મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તૈયારીઓ માટે મોક ટેસ્ટનું આયોજન કરાશે


SHARE







મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તૈયારીઓ માટે મોક ટેસ્ટનું આયોજન કરાશે

મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડની વિવિધ પોસ્ટ માટે આગામી સમયમાં મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવનાર છે. આ મોક ટેસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

તાજેતરમાં ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Centralised Employment Notification (CEN) No.08/2024 થી Group – “D” (Level-1) ની એસ.એસ.સી./ આઈ.ટી.આઈ./ ડિપ્લોમા પાસ થયેલ હોય તેવા અને ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો માટે ૧૪ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટની કુલ ૩૨,૪૩૮ જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરી પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧/૦૩/૨૦૨૫ હતી. મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળી રહે અને યુવા વર્ગ સરકારી સેવામાં જોડાઇ પગભર બને તેવા ઉમદા હેતુથી મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લાના વધુને વધુ યુવાઓ ઓનલાઇન અરજી કરવા પ્રેરાય અને તેઓને રોજગારી મળે તે માટે સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં અંદાજે ૧૦૦૦ જેટલા યુવક/યુવતીઓએ ઓનલાઇન અરજી કરેલ હતી. જેથી જિલ્લા પંચાયત કચેરી દ્વારા આવા ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારો લેખીત પરીક્ષામાં સફળ થાય તે માટે આગામી સમયમાં મોક ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મોક ટેસ્ટ આપવા ઇચ્છતા ઉમેદવારોને જિલ્લા પંચાયત મોરબીની વેબસાઇટ https://morbidp.gujarat.gov.in પર તા.૧૫/૦૪/૨૦૨૫ના રાત્રીના ૧૨/૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા જિલ્લા પંચાયતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News