મોરબીમાં જલારામ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાંથી 59 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો ઇન્સ્ટગ્રામથી મોરબીમાં રહેતી સગીરાના સંપર્કમાં આવેલ શખ્સે આચર્યું દુષ્કર્મ: 3 સામે ફરિયાદ મોરબીની મહેન્દ્રનગર ચોકડીનો બનાવ, બાઈક ઉપરથી પટકાયેલ 10 વર્ષીય દ્વિજાનું સારવારમાં મોત મોરબીમાં દેશી કટ્ટામાંથી થયેલ ફાયરિંગના ગુનામાં રવાપર ગામના એક શખ્સની ધરપકડ મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક મહિલા સહિત 6 નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા UPI પેમેન્ટ સામે વિરોધ: મોરબીના વેપારીઓએ કેશ-ચેકથી વેપારી શરૂ કર્યો મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીના કલેકટરે સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું


SHARE









મોરબીના કલેકટરે સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/ મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો આવા સ્પા/ મસાજ પાર્લરની આડમાં ગુનાહીત કૃત્યો કરી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે, તેથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા સ્પાના નિયમન અને નિયંત્રણ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા વિસ્તારમાં સ્પા/ મસાજ પાર્લરોના માલીકો તેમજ આવા સ્પા /મસાજ પાર્લરોના સંચાલકોએ તેમા કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ્સ તથા રેકોર્ડીંગ સુવિધા સાથે સી.સી.ટી.વી. એન્ટ્રી, રિસેપ્શન તથા કોમન એરીયામાં ફરજિયાત રાખવાનું રહેશે. ત્રણ મહિના સુધીના સી.સી.ટીવી. રેકોડીંગની સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂર પડયે આ માહિતી આપવાની રહેશે. આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ ઓફીસરે રજીસ્ટર નિભાવવાનું રહેશે. અને સ્પા/મસાજ પાર્લર, એકમનું નામ, માલીક/ સંચાલકનું નામ તથા સરનામું  ટેલીફોન નંબર. સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગત (ફોટો સહિત) તમામ માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની છે. અને બે પૈકીની એક નકલ રીસીવ સહિ સિકકા કરી પરત આપવામાં આવે તે સંચાવવાની રહેશે. આ જાહેરનામું તા.31/5 સુધી અમલમાં રહેશે. અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.




Latest News