માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં કરિયાણાની દુકાનમાંથી 30 બોટલ દારૂ અને બિયરના 54 ટીન સાથે દુકાનદારની ધરપકડ: માલ આપનારની શોધખોળ


SHARE











મોરબીમાં કરિયાણાની દુકાનમાંથી 30 બોટલ દારૂ અને બિયરના 54 ટીન સાથે દુકાનદારની ધરપકડ: માલ આપનારની શોધખોળ

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં કરિયાણાની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 30 બોટલ તથા 54 બિયરના ટી મળી આવ્યા હતા જેથી પોલીસે 42,750 ની કિંમતનો મુદ્દામા કબજે કર્યો હતો અને દુકાનદારની ધરપકડ કરેલ છે તથા આ દારૂનો જથ્થો આપી ગયેલા શખ્સનું નામ સામે આપ્યું હોય હાલમાં બે શખ્સો સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં ઈશ્વરભાઈ કુલતરીયાની ઉમિયા કિરાણા સ્ટોર નામની દુકાન આવેલ છે તેમાં દારૂ હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 30 બોટલો તથા ૫૪ બિયરના ટી મળી આવ્યા હતા જેથી પોલીસે 42,750 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ઈશ્વરભાઈ બાવજીભાઈ ફુલતરીયા (56) રહે. હરિઓમ સોસાયટી ભડીયાદ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂ બિયરનો જથ્થો તેને મુસ્તાક સોલંકી રહે. મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને સામે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 

હળવદના સરા રોડ ઉપર આવેલ સદભાવના સ્કૂલની પાસે રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 16 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5,808 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી યસ ઉર્ફે રાજ નાથાભાઈ સોનારા (22) રહે. હાલ રઘુનંદન સોસાયટી સરા રોડ હળવદ મૂળ રહે. મયુરનગર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના જુના ધનાળા ગામ જવાના રસ્તે રેલવે ફાટક પાસેથી સ્કૂટર નંબર જીજે 36 એકયુ 0862 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો તથા 21 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 6215 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 36,215 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અક્ષયભાઈ દિનેશભાઈ ડાભી (23) રહે. મયુરનગર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છ






Latest News