મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કરિયારવર માટે ઉઘારમાં માલ અપાવનારે બાકીના રૂપિયા બાબતે વાત કરતાં ઈંટ વડે હુમલો


SHARE









વાંકાનેરમાં કરિયારવર માટે ઉઘારમાં માલ અપાવનારે બાકીના રૂપિયા બાબતે વાત કરતાં ઈંટ વડે હુમલો

ચંદ્રપુર ખાતે રહેતા યુવાને તેના મિત્રને ફર્નિચરની દુકાનમાંથી કરિયાવરનો સામાન બાકીમાં લેવડાવ્યો હતો જે પૈસા બાબતે યુવાને તેના મિત્રને ફોન કરતા બાકીમાં માલ લેનાર શખ્સે યુવાનને ગાળો આપી હતી ત્યારે ગાળો દેવાની ના કહેતા યુવાનને સામેવાળાએ છૂટો ઈંટનો ઘા માથામાં માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર રહેતા ઇસ્માઈલભાઈ ફતેહભાઈ શેરસીયા (45)એ  વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કાદરભાઈ અલ્લારખાભાઈ સંધિ રહે. લાલપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે આરોપીએ કમાન ફર્નિચરમાંથી કરિયાવરનો સામાન લીધેલો હતો જેના પૈસા બાકી રાખેલા હતા અને તેમાં ફરિયાદી વચ્ચે રહેલ હોય જે પૈસા બાબતે ફરિયાદીએ આરોપીને ફોન કરતા આરોપી ચંદ્રપુરના બોર્ડ પાસે આવ્યો હતો અને ત્યાં તેણે ફરિયાદીને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી ઉસકેરાઈ ગયો હતો અને ત્યાં પડેલનો ઈંટનો છૂટો ઘા કરીને ફરિયાદીને માથાના પાછળના ભાગે ઇજા કરેલ હોય ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.

મહિલા સરવરામાં

મોરબીમાં ગ્રીન ચોક પાસે રહેતા ગીતાબેન જીગ્નેશભાઈ ચૌહાણ (45) નામના મહિલાને ખાટકી વાસ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં રવાપર નજીક બોની પાર્કમાં રહેતા પરમાર નવઘણભાઈ ખોડાભાઈ નામના વ્યક્તિને હનુમાન મંદિર પાસે બાઈક ચાલકે ટક્કર મારતા ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News