માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: 22 બોટલ દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ, બેની શોધખોળ


SHARE











મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: 22 બોટલ દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ, બેની શોધખોળ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નળિયાના કારખાના સામે ઓરડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની 18 બોટલ મળી હતી અને શનાળા રોડે મોમ્સ હોટલની પાસેના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને ચેક કરતાં તેની પાસેથી દારૂની 4 બોટલ મળી આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂના બે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ભારત નળિયાના કારખાની સામેની ઓરડીમાં રહેતા મનહરભાઈ વઢેકિયાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 18 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5,400 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી મનહરભાઈ ગોપાલભાઈ વઢેકિયા ઓરડીએ હાજર ન હતો જેથી તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આવી જ રીતે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળના ભાગમાં માંગરની વાડી વાળા રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 4 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,200 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મનસુખભાઈ પરસોત્તમભાઈ મકવાણા (25) રહે. સનાળા રોડ મોમ્સ હોટલની પાછળ માંગરની વાડી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે લાલજીભાઈ રમેશભાઈ કંઝારીયા રહે. વજેપર શેરી નં- 16 મોરબી વાળા પાસેથી લાવ્યો હોવાની માહિતી સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News