મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરની લુણસરીયા ફાટક પાસેથી 24 બોટલ દારૂ ભરેલ કાર સાથે ચાર શખ્સ પકડાયા: 1.82 લાખનો મુદામાલ કબજે


SHARE









વાંકાનેરની લુણસરીયા ફાટક પાસેથી 24 બોટલ દારૂ ભરેલ કાર સાથે ચાર શખ્સ પકડાયા: 1.82 લાખનો મુદામાલ કબજે

વાંકાનેરના થાન રોડ ઉપર લુણસરીયા ફાટક પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની 24 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને કાર મળીને 1,82,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને કારમાં બેઠેલા ચાર શખ્સની ધરપકડ કરી હતી અને એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર થાન રોડ ઉપર આવેલા લુણસરીયા ફાટક પાસેથી ક્વિડ ગાડી નંબર જીજે 3 જેઆર 6534 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 24 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 32,400 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 1.50 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 1,82,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કારમાં બેઠેલ તરુણ ગજેન્દ્રભાઈ કુબાવત (31), સચિન ઉર્ફે ચચો (37), મનદિપસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા (24) તથા ચેતનસિંહ નાથુભા જાડેજા (25) રહે. બધા જ ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન હાર્દિકભાઈ કાઠી રહે. થાન વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ગુનો નોધીને બાકી રહેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News