મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૫ લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા અને ૩૦ લાખ ચુકવવા કોર્ટનું ફરમાન


SHARE











મોરબીમાં ૨૫ લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા અને ૩૦ લાખ ચુકવવા કોર્ટનું ફરમાન

આ કેસની હકીકતો એવી છે એ મોરબીના જયંતીલાલ ગાંડુભાઈ ઠોરીયા પાસેથી રૂા.૨૫,૦૦,૦૦૦ (અંકે રકમ રૂા.પચ્ચીસ લાખ) અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયાએ મીત્ર સંબંધના દાવે હાથ ઉછીના લીધેલ હતા. જે અંગેનું પ્રોમીસરીનોટ નોટરી લખાણ કરાવેલ તે રકમ ચુકવણી કરવા પેટે અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયાએ રૂા.૧૨,૦૦,૦૦૦ ની રકમના કુલ બે ચેકો જયંતીલાલ ગાંડુભાઈ ઠોરીયાને આપેલ હતા.જે ચેકો બેંકમાં જમા કરાવતા તે ચેકો રીર્ટન થયા હતા.

જેથી ફરીયાદી જયંતીલાલ ગાંડુભાઈ ઠોરીયાએ અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયા સામે મોરબી કોર્ટમાં વર્ષ ૨૦૨૪ થી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ અને ફરીયાદ તરફે વકીલ પ્રદિપ કે.કાટીયા દ્રારા કાયદાકીય ધારદાર દલીલો કરીને પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા.તેને ઘ્યાને લઈને મોરબીના જયુડી.મેજી.ફ.ક. સાહેબની કોર્ટએ અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયાને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકોની બાકી નીકળતી રકમ રૂા.૨૫,૦૦,૦૦૦ ની રકમ તથા ચેકોની રકમના વીસ ટકા એટલે કે રૂા.૫,૦૦,૦૦૦ આમ કુલ રકમ રૂા.૩૦,૦૦,૦૦૦ (ત્રીસ લાખ ) નો દંડ ફટકાયો છે. અને તે દંડની રકમ ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.જો આરોપી વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવે છે.આ કામમાં ફરીયાદી તરફે જાણીતા યુવા એડવોકેટ પ્રદિપ કે.કાટીયા રોકાયેલ હતા






Latest News