હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે
Breaking news
Morbi Today

મોરબી શહેર-હળવદના કડીયાણા નજીક દારૂની ત્રણ રેડ: 7 બોટલ દારૂ કબ્જે, 76,624 ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ


SHARE















મોરબી શહેર-હળવદના કડીયાણા નજીક દારૂની ત્રણ રેડ: 7 બોટલ દારૂ કબ્જે, 76,624 ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ

મોરબી શહેર અને હળવદના કડીયાણા નજીક દારૂની જુદી-જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને દારૂની 7 બોટલો પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને દારૂ સહિત કુલ મળીને 76,624 નો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબીની શનાળાથી રાજપર વાળી ચોકડી પાસેથી બાઈક નંબર જીજે 36 કે 2491 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 1 બોટલ મળી આવી હતી જેથી 700 ની કિંમતની દારૂની બોટલ તથા 40,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 40,700 ની કિંમતના મુદ્દામાલ સાથે સારંગભાઇ મનીષભાઈ રાવલ (22) રહે. નીતિન નગર ટાવર પાસે સનાળા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સ્મશાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 4 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,800 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નિલેશભાઈ ભરતભાઈ ડાભી (20) રહે. સામાકાંઠે રામકુવા વાળી શેરી ત્રાજપર ખારી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જયારે હળવદ તાલુકાનાં કડીયાણા ગામથી માથક તરફ જવાના રસ્તા ઉપર નર્મદાની કેનાલ પાસેથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે 36 એએલ 0647 પર જઈ રહેલા શખ્સને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 2 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,124 રૂપિયાની કિંમતથી દારૂની બોટલો તથા 30,000 રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને 31,124 ના મુદામાલ સાથે આરોપી કુકાભાઈ ઉર્ફે કાનો હકાભાઇ રાતુજા (23) રહે. રણછોડગઢ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના ટિંબડી ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા જીગ્નેશભાઈ ખોડાભાઈ મુલડીયા રહે. ટિંબડી વાળો મળી આવેલ હતો જેથી તેની રોકડા રૂપિયા 550 સાથે ધરપકડ કરી છે. અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે




Latest News