મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા-જીલ્લા સેવાસદન પાસે પડેલા સ્ક્રેપ વાહનોની હરરાજી કરીને નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબી તાલુકા-જીલ્લા સેવાસદન પાસે પડેલા સ્ક્રેપ વાહનોની હરરાજી કરીને નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકા તથા જીલ્લા સેવાસદનમાં સ્ક્રેપ વાહનો છેલ્લા ઘણા સમયથી પડેલ છે જો કે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી જેથી મોરબીના જાગૃત નાગરિક દ્વારા આ બાબતે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને જે સરકારી વાહનો હાલમાં ભંગાર હાલતમાં પડ્યા છે તેની હરરાજી કરીને નિકાલ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર પી.પી. જોષીકલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકા સેવાસદન લાલબાગ ખાતે આશરે આઠ જેટલી જીપ તથા અન્ય વાહનો ભંગાર હાલતમાં પડ્યા છે અને સડી રહ્યા છે અને આ ભંગાર વાહનો ત્યાં પડ્યા હોવાથી તાલુકા તથા જીલ્લામાંથી સેવાસદનમાં આવતા અરજદારોને પોતાના વાહન પાર્ક કરવામાં ઘણી જ તકલીફ પડે છે. માટે તે વાહનોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તે અનિવાર્ય છે અને જે વાહનો સારી કંડીશનમાં છે. તેને ચાલુ કરીને અન્ય ડીપાર્ટમેનને આપી દેવામાં આવે તો સરકારના કરોડો રૂપિયા બચે તેમ છે અને જો વાહન બીજા કોઈ વિભાગને આપવા ન હોય તો વાહનોની નિયમનુસાર હરરાજી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ન માત્ર મોરબી તાલુકા પરંતુ આખા જીલ્લામાં ભંગાર હાલતમાં સડી રહેલા સરકારી વાહનોની યાદી બનાવીને તેનો નિકાલ હરરાજી કરીને કરવામાં આવે તો જ્ગ્યા ચોખી થશે સાથોસાથ સરકારને આવક પણ થશે.






Latest News