મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં માસી સાથે રોડ ક્રોસ કરતી ભાણેજને કાર ચાલકે ફૂટબોલની જેમ ઉડાવતા માસૂમ બાળકીનું મોત


SHARE









મોરબીમાં માસી સાથે રોડ ક્રોસ કરતી ભાણેજને કાર ચાલકે ફૂટબોલની જેમ ઉડાવતા માસૂમ બાળકીનું મોત

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી માસી અને ભાણેજ પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ આવેલ કારના ચાલકે 15 વર્ષની ભાણેજને જોરદાર ટક્કર મારી હતી જેથી કરીને તે ફૂટ બોલ ના બોલની જેમ રસ્તા ઉપર નીચે પટકાતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી બાળકીને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજ્યું છે અને અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ફૂલવાડી ગામના રહેવાસી દિલીપભાઈ જાદવની 15 વર્ષની દીકરી ઝરણા વેકેશન હોવાથી મોરબી તેના માસીને ત્યાં આવી હતી અને ગઈકાલે તા. 14 ના રોજ બપોરે 11:00 વાગ્યાના અરસામાં માસી અને ભાણેજ બંને મહેન્દ્રનગર ચોકડી પાસેથી પગપાળા ચાલીને રોડ ક્રોસ કરીને હતા ત્યારે પૂરપાટ આવેલ ગાડીના ચાલકે ઝરણા જાદવને જોરદાર ટક્કર મારી હતી જેથી તે રસ્તા ઉપર નીચે પટકાઈ હતી અને ઝરણાને ગંભીર ઇજા થવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવી હતી જો કે ચાલુ સારવાર દરમિયાન તેનું આજે સવારે આઠ વાગ્યે મોત નીપજ્યું હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવનો સોશિયલ મીડિયામાં સીસીટીવીનો વીડિયો વાયરલ થયેલ છે જેમાં બાળકી ફૂટબોલના દડાની જેમ ઉડીને રસ્તા ઉપર પડી હતી તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.




Latest News