મોરબીના ઘુંટુ ગામેથી સગીરાનુ અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપી પકડાયો
મોરબીમાં રિનોવેશન કરવામાં આવેલ રજવાડાના સમયના રેલ્વે સ્ટેશનનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ કર્યું લોકાર્પણ
SHARE










મોરબીમાં રિનોવેશન કરવામાં આવેલ રજવાડાના સમયના રેલ્વે સ્ટેશનનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ કર્યું લોકાર્પણ
દેશમાં સાંસ્ક્રુતિક ધરોહરોનું જતન થાય તેની સાથે લોકોની સુખાકારીમાં પણ વધારો થાય તે માટે જુદાજુદા રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમ મોરબીમાં આવેલ રજવાડાના સમયના રેલ્વે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવેલ રેલ્વે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું ત્યારે સાંસદ, ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
રજવાડાના સમયમાં એટ્લે કે 1935માં મોરબીમાં રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબીમાં ટ્રેન દોડતી હતી જો કે, મોરબીની જેમ જેટલા પણ જૂના રેલ્વે સ્ટેશન ભારતમાં આવેલ છે તેના નવીનીકરણનું કામ ભારત સરકાર દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ હાથ ઉપર લેવામાં આવ્યું છે અને જુદાજુદા સ્ટેશનનું રીનોવેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીમાં અંદાજે 10 કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશનની રિનોવેશન કરવામાં આવ્યું છે તે રેલ્વે સ્ટેશનનું આજે તા 22 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજ ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું ત્યારે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, માજી પ્રમુખ રણછોડભાઈ દલવાડી, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે ખાસ કરીને સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ કહ્યું હતું કે, દેશમાં સાંસ્ક્રુતિક ધરોહરોનું જતન થાય તેની સાથે લોકોની સુખાકારીમાં પણ વધારો થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના જુદાજુદા રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી રેલ્વે રેલ્વે સ્ટેશન ખાતે માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવેલ છે

