મોરબી જિલ્લાના ટંકારા ખાતે આગામી તા.૨૮ મે ના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
મોરબીના યુવાનો અને ઉદ્યોગકારોને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનાનો લાભ લેવા અનુરોધ
SHARE
મોરબીના યુવાનો અને ઉદ્યોગકારોને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનાનો લાભ લેવા અનુરોધ
બેરોજગાર યુવાનો માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તક ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ (NAPS) ના માધ્યમથી ગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ૧-૪-૧૮ થી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના અમલમાં આવેલ છે.મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો ઉદ્દેશ શાળા છોડી ગયેલા ઉમેદવારો આઈ.ટી.આઈ., ડીપ્લોમા, ડીગ્રી પાસ ઉમેદવારોને ખાનગી કે જાહેરક્ષેત્રના ઔદ્યોગિક સેવાકીય એકમો ખાતેની On Job Training સુવિધાનો મહત્તમ લાભ આપી તેમને કૌશલ્ય કુશળ બનાવવાનો છે. ઉપરાંત જુદા જુદા વ્યવસાયોમાં ઔદ્યોગિક-સેવાકીય એકમોના સહકારથી સૈધ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપી ઉદ્યોગ સેવાકીય એકમો માટેનું કુશળ માનવબળ ઉભું કરવાનો પણ હેતુ રહેલો છે.
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તથા વયમર્યાદાની વાત કરીએ તો ધો.૫ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા આઇ.ટી.આઇ પાસ ધો.૧૦+૨ ની પધ્ધતિમાં વોકેશનલ કોર્ષ પાસ ધારકો, એન્જી, નોન-એન્જી ડીગ્રી-ડિપ્લોમાંની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો તથા જોખમી ઉદ્યોગો માટે ૧૮+ વર્ષ તેમજ અન્ય ઉદ્યોગો માટે ૧૪+ વર્ષ ધોરણ ૫ પાસ થયેલ અને એની ઉપરની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ એપ્રેન્ટીસ તાલીમ યોજનાનો લાભ મેળવી શકે છે.મુખ્યમંત્રી એપ્રેન્ટીસ તાલીમ યોજના અન્વયે નોંધણી થયેલ ૩૦ કે તેથી વધુ માનવબળ ધરાવતા તમામ એકમો-કારખાના-ઉદ્યોગોને એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ અંતર્ગત એપ્રેન્ટીસની ભરતી કરવી ફરજીયાત છે.એકમોની પાત્રતા અને નિયમો અનુસાર ૦ થી ૩ કામદારોની સંખ્યા ધરાવતા તમામ એકમો-કારખાના- ઉદ્યોગોને આ યોજના લાગુ પડતી નથી. ૦૪ થી ૨૯ કામદારોની સંખ્યા ધરાવતા તમામ એકમો-કારખાના-ઉદ્યોગો સ્વૈચ્છીક જોડાઈ શકે છે. જ્યારે ૩૦ કે તેથી કામદારોની સંખ્યા ધરાવતા તમામ એકમો-કારખાના- ઉદ્યોગોએ ફરજિયાત એપ્રેન્ટિસશીપ લાગુ કરવાની રહેશે અને ૨.૫ ટકા ૧૫ ટકા મુજબ એકમોએ એપ્રેન્ટિસને (રૂ. ૫,૦૦૦-૯,૦૦૦) લઘુત્તમ નિર્ધારિત મુજબ દર મહિને ફરજિયાત સ્ટાઈપેન્ડ ચૂકવવાનું રહેશે.
આ યોજના અન્વયે એકમો-કારખાના-ઉદ્યોગોને વિવિધ લાભો મળવાપાત્ર છે. મહત્તમ રૂ.૧૫૦૦ પ્રતિ મહિને અથવા ૨૫ ટકા સ્ટાઇપેન્ડ ઉમેદવારને NAPS હેઠળ DBT દ્વારા ચૂકવવામાં આવે છે.ભારત સરકારના પ્રોત્સાહન ઉપરાંત રાજ્ય સરકાર તરફથી ઉદ્યોગોને એપ્રેન્ટીસ ભરતીની સાપેક્ષે પ્રતિ માસ પ્રતિ ઉમેદવાર પ્રોત્સાહન રૂપે સ્નાતક ઉમેદવારન દીઠ રૂ. ૩,૦૦૦, ડિપ્લોમા ઉમેદવાર દીઠ રૂ. ૨,૦૦૦ તથા ડિપ્લોમા કરતા ઓછી લાયકાતના ઉમેદવારના કિસ્સામાં ઉમેદવાર રૂ. ૧૫૦૦ પ્રોત્સાહનરૂપે આપવામાં આવે છે.નોકરીદાતાઓને EPF/ESI યોગદાનમાંથી મુક્તિ મળવાપાત્ર છે. ૨.૫ ટકા કરતાં વધુ એપ્રેન્ટિસ ભરતા એકમોને CSR લાભ મળવાપાત્ર થશે.ઉપરાંત ઓછા ખર્ચે ઉચ્ચ કર્મચારી, વફાદારી અને ઓછી નિવૃત્તિ સાથે લાંબાગાળે સ્થિર સંગઠન બનાવવાની તક તથા શિસ્તબદ્ધ અને નિયંત્રિત કુશળ માનવશક્તિનો વિકાસનો લાભ મળવાપાત્ર છે.
એપ્રેન્ટિસ ઉમેદવારો માટે લાભોની વાત કરીએ એપ્રેન્ટિસથી કર્મચારી સુધીની સંભવિત પ્રગતિ, ઉધોગલક્ષી નવીનતમ ટેક્નોલૉજી દ્વારા તાલીમ અને માન્યતા પ્રકિયા, એપ્રેન્ટિસને ૫,૦૦૦ – ૯,૦૦૦ લઘુત્તમ નિર્ધારિત મુજબ દર મહિને સ્ટાઈપેન્ડ તથા શીખવાની સાથે કમાણી તથા વૈશ્વિક માન્યતાપાત્ર પ્રમાણપત્ર સહિતના લાભ મળવાપાત્ર છે.આ કાયદાની કલમ ૮(૧એ) તથા નિયમ ૭ (બી) ( ૩) નો ભંગ કરીને કલમ-૩૨ ની સાથે વાંચતા કલમ ૩૦(૧એ) હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકે છે. જે ધ્યાને લઈ મોરબી જિલ્લાના એકમોને નિયમાનુસાર એકમની જરૂરીયાત મુજબના ટ્રેડમાં એપ્રેન્ટીસોની ભરતી કરવા જાણ કરવામાં આવે છે. તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના(MATS) અને નેશનલ એપ્રેન્ટીસશીપ પ્રમોશન યોજના (NAPS) નો લાભ મેળવવા તથા એપ્રેન્ટીસ ઉમેદવારની ભરતી માટે આપ મોરબી આઈ.ટી.આઈ ખાતે આસીસ્ટન્ટ એપ્રેંન્ટીસ એડવાઇઝર જુ. તેમજ જિલ્લાની રોજગાર કચેરીનો સંપર્ક કરી શકો છો. અથવા https://www.apprenticeshipindia.gov.in/ થકી એપ્રેન્ટીસ મેળવી શકો છો. એપ્રેન્ટીસ તાલીમ યોજનામાં એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા ઉમેદવારોને https://forms.gle/Zmcae3ZtGxMK7jqN8 તથા એકમો/કારખાના/ઉદ્યોગોને https://forms.gle/sptaMLoi5XoXe4gn6 પર પોતાની વિગતો ભરવા નમ્ર વિનંતી.વધુ માહીતી માટે 70166 39451, 97231 43113, 97730 38541, 98799 22072, 971215 7417, 83201 69599 ઉપર સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.