સાંસદ વિનોદ ચાવડા દ્રારા સમરસ સમુહલગ્નની તૈયારીઓને આખરીઓપ આપવા વર કન્યાના માતા-પિતા સાથે બેઠક યોજાઇ
ટંકારા નજીક કરવામાં આવેલ દિલધડક લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
ટંકારા નજીક કરવામાં આવેલ દિલધડક લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ટંકારા નજીક ખજુરા હોટલ પાસે કારને ટક્કર મારીને આંગડિયા પેઢીના માલિક પાસેથી રોકડા 90 લાખની લૂંટ કરવામાં આવી હતી. જે ગુનામાં લૂંટમાં ગયેલા રૂપિયા પૈકીનાં રોકડા 72.50 લાખ કબજે કરીને બે આરોપીની ધરપકડ કરી હતી જે બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આ બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. જેથી લૂંટનો પ્લાન બનાવવાથી લઈને અંજામ આપવા સુધીમાં કોની શું ભૂમિકા હતી તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવશે.
રાજકોટમાં આવેલ અક્ષર એનવ્યુ અંબિકા ટાઉનશિપ ખાતે રહેતા અને 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ હરિકૃષ્ણ આર્કેડમાં ટીટેનિયમ એન્ટરપ્રાઇસ નામથી આંગડિયા પેઢી ચલાવતા નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી (45)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા સાત શખ્સોની સામે 90 લાખ રૂપિયાની લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપી અભિભાઇ લાલાભાઈ અલગોતર (24) રહે. જુની માણેકવાડી કાંત સ્ટુડીયો વાળા ખાંચામાં ભાવનગર અને અભીજીતભાઇ ભાવેશભાઇ શાર્ગવ (25) રહે. રૂપાણી સર્કલ પાસે ભાવનગરની ધરપકડ કરેલ હતી આ બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. જો કે, આ ગુનામાં હજુ હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા, નિકુલભાઇ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર અને એક અજાણ્યો શખ્સ આમ કુલ પાંચેય આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે તેમજ લૂંટનો પ્લાન બનાવવાથી લઈને અંજામ આપવા સુધી હાલમાં પકડાયેલા આરોપીઓનો શું રોલ હતો અને અન્ય કોણ કોણ તેમાં સંડોવાયેલ છે તે સહિતની દિશામાં પોલીસ હવે તપાસ કરશે.