ટંકારા નજીક કરવામાં આવેલ દિલધડક લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના ફાટસર-બંધુનગર ગામે જુદી જુદી બે જગ્યાએ બે યુવાનોએ કર્યો આપઘાત
SHARE
મોરબીના ફાટસર-બંધુનગર ગામે જુદી જુદી બે જગ્યાએ બે યુવાનોએ કર્યો આપઘાત
મોરબીના ફાટસર અને બંધુનગર ગામે જુદી જુદી બે જગ્યા ઉપર બે યુવાનોએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસા ખાઈ લીધા હતા જેથી તે બંને યુવાનોના મોત નિપજ્યાં હતા અને તેઓના મૃતદેહને હોસ્પિટલે લઈ આવીને આપઘાતના આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના ડીંન્ગી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઈ ગાવડ (40) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા રહે. ફાટસર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ હિંમત ગ્લેઝ ટાઇલ્સ નામના કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા અંકુશકુમાર રાજેશકુમાર (21) નામના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હસમુખભાઈ ગોરધનભાઈ ગામી (45) રહે. નવા બસ સ્ટેશન સામે ક્રિષ્ના સોસાયટી સરદારબાગ પાછળ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.