મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: ઇજા પામેલા પાંચ લોકો સારવારમાં


SHARE



































મોરબીના ઘૂટું ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: ઇજા પામેલા પાંચ લોકો સારવારમાં

મોરબીના ઘૂટું ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ઘૂટું ગામ પાસે બે કાર અથડાઈ હોવાથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હરેશ મોહનભાઈ બારીયા (30), હરેશ રામજીભાઈ બારીયા (31), ચકીરાભાઈ જીવાભાઈ નીનાધા (49), મેહુલ પ્રકાશભાઈ વડેરા (24) અને નરેશ નશાભાઈ કોદરવી (25) નામના પાંચ વ્યક્તિઓને નાના-મોટી ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનને તેના પિતાએ મારમાર્યો

મોરબીના બાયપાસ રોડ નજીક આવેલ લાઈન્સનગર વિસ્તારમાં રહેતા આકાશ દિનેશભાઈ ઉઘરેજા (32) નામના યુવાનને તેના પિતાએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

આધેડને પત્ની-દીકરાએ માર માર્યો

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ છગનભાઈ નકુમ (50) નામના આધેડને તેના પત્ની અને દીકરાએ મારમાર્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી છે


















Latest News