મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

હળવદ નજીકથી ત્રીપલ સવારી બાઇક ટ્રેક્ટર સાથે અથડાયું: મોરબીના ત્રણ યુવાનોને ઇજા


SHARE

















હળવદ નજીકથી ત્રીપલ સવારી બાઇક ટ્રેક્ટર સાથે અથડાયું: મોરબીના ત્રણ યુવાનોને ઇજા

હળવદ નજીકથી ત્રીપલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઇક ટ્રેક્ટર સાથે અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મોરબીના ત્રણ યુવાનોને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં ઉમા ટાઉનશિપની પાછળના ભાગમાં રહેતો અનુરાગસિંહ વિજયસિંહ તોમર (22), ભડીયાદ નજીક રહેતો લક્ષ્મણસિંહ મહિપતસિંહ ઝાલા (19) અને સોઓરડીની નજીક રહેતો મયુર અશોકભાઈ સેલાણીયા (20) નામના યુવાનોને અકસ્માતના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ નજીકથી આ ત્રણેય યુવાનો બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓને ઇજા થયેલ હતી જેથી તે ત્રણેય યુવાનોને સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળીયા ગામે રહેતા જાદવ નવીનભાઈ ગૌતમભાઈ (24) નામનો યુવાન મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પરશુરામ બ્રિજ પાસે હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને ઠોકર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

રાતાવિડા ગામ નજીક આવેલ મોઝાર્ટ ગ્રેનાઈટો કારખાનાની લેબર કોલોનીમાં રહેતો રાજેશ મુંડા (5) નામનો બાળક ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને ટક્કર મારતા તે બાળકને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News