મોરબી: અનુ. જાતિના લોકો ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ ૧.૭૦ લાખની સહાય મેળવી શકશે
વાંકાનેરના જાલીડા-મહિકા ગામે જૂથ સેવા સહકારી મંડળીના આગેવાનોએ વડાપ્રધાનને લખ્યા પોસ્ટ કાર્ડ
SHARE







વાંકાનેરના જાલીડા-મહિકા ગામે જૂથ સેવા સહકારી મંડળીના આગેવાનોએ વડાપ્રધાનને લખ્યા પોસ્ટ કાર્ડ
મોરબી જિલ્લામાં સહકારી મંડળીઓ દૂધ મંડળીઓ તેમજ માર્કેટિંગ યાર્ડના સભ્યો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી સહકાર ક્ષેત્રના વિકાસ માટે આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખવામાં આવી રહ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકાના જાલીડા અને મહિકા ગામે જૂથ સેવા સહકારી મંડળીઓના સભ્યોએ સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયો થકી સહકાર ક્ષેત્રે જે વિકાસ થયો છે તેના માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરવા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા. રાજકોટ ઝોન જોઈન્ટ રજિસ્ટ્રાર રીનાબેન પટેલ અને મોરબી જિલ્લા રજિસ્ટ્રાર બિમલ પટેલ સહકારી મંડળીના સભ્યોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સહકારી મંડળીના સભ્યોએ સહકાર ક્ષેત્રના વિકાસ માટે લેવામાં આવેલા મહત્વના નિર્ણયો, નીતિઓ તથા ખેડૂતોને સક્ષમ બનાવવા માટે અમલમાં બનાવવામાં આવેલી વિવિધ યોજનાઓ બદલ પોસ્ટ કાર્ડ થકી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
