વાંકાનેરના જાલીડા-મહિકા ગામે જૂથ સેવા સહકારી મંડળીના આગેવાનોએ વડાપ્રધાનને લખ્યા પોસ્ટ કાર્ડ
ટંકારા પાલિકા દ્વારા શાળાના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવ્યા
SHARE







ટંકારા પાલિકા દ્વારા શાળાના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવ્યા
સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ટંકારા નગરપાલિકા દ્વારા શાળાના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવ્યા હતા. અને ત્યારે પાલિકા દ્વારા શાળાના બાળકોને હાથ ધોવા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.
હાલમાં સમગ્ર દેશ અને રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. મોરબી જિલ્લામાં પણ અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટંકારા નગરપાલિકા દ્વારા શાળાઓના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવા તેમને જમતા પહેલા જરૂરથી હાથ ધોવા માટે અને કેવી રીતે હાથ ધોવા તે બાબતે બાળકો દ્વારા જ અભિનય થકી જાગૃત કરવામાં આવ્યા હતા. વધુમાં બાળકોને સ્વચ્છાગ્રહી બની ઘરે પણ સૌને સ્વચ્છતા માટે જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતું.
