મોરબી: ૪૧ કરોડના રસ્તાના કામો મેધજીભાઈ ચાવડાએ કરાવતા આમરણ ચોવીસીની જનતામાં હર્ષની લાગણી
વાંકાનેરના ભંગેશ્ચરથી તીથવા જડેશ્ચરને જોડતા રોડનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું ખાતમુહૂર્ત
SHARE







વાંકાનેરના ભંગેશ્ચરથી તીથવા જડેશ્ચરને જોડતા રોડનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું ખાતમુહૂર્ત
વાંકાનેરના ભંગેશ્ચર ખાતે ભંગેશ્ચરથી તીથવા જડેશ્ચર રોડ 1 કરોડનાં ખર્ચે સી.સી.રોડનું ખાતમુહૂર્ત વાંકાનેર લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, વાંકાનેર પાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને સદસ્યત ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર પાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, પાલિકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ જેપાર, તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વિંજવાડીયા, રપાલિકા કાઉન્સિલર ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બ્રિજરાજસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપાધ્યક્ષ ડાયાભાઈ સરૈયા, તીથવા ગામનાં સરપંચ ઈસ્માઈલભાઈ પરાસરા, ભલગામ સરપંચ લખાભાઈ હીરાભાઈ, ઠીકરીયાળા ગામનાં સરપંચ હકાભાઈ નાકીયા, ધમલપર ગામનાં સરપંચ અરવીંદભાઈ અંબાસણીયા, સહકારી આગેવાન બચુભાઈ કુણપરા, ભરતભાઈ પટેલ, રઘુવીરસિંહ જાડેજા, વિરાજભાઈ મહેતા, બીપીનભાઈ ચૌહાણ, જયેશભાઈ પટેલ, ગુણવંતભાઈ ગગજીભાઈ, ભંગેશ્ચર મંદિર ટ્રસ્ટીઓ તેમજ નગરપાલિકા કાઉન્સિલરો અને સરપંચઓ સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
