મોરબી સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસને ઈ-બાઇક સહિતના ઇનામો અપાયા
મોરબી: ૪૧ કરોડના રસ્તાના કામો મેધજીભાઈ ચાવડાએ કરાવતા આમરણ ચોવીસીની જનતામાં હર્ષની લાગણી
SHARE







મોરબી: ૪૧ કરોડના રસ્તાના કામો મેધજીભાઈ ચાવડાએ કરાવતા આમરણ ચોવીસીની જનતામાં હર્ષની લાગણી
મોરબી તાલુકાના આમરણ ચોવીસી વિસ્તારના કેરાળી-ફાટસર કોયલી રોડ ૧૦ કરોડ, રાજપર-ખારચીયા રોડ ૬ કરોડ, આમરણ-કોઠારીયા રોડ ૫ કરોડ, આમરણ-માણેકવાડા રોડ ૧૮ કરોડ, કેરાળી ગામે બ્રીજ ૨ કરોડ કામો મંજુર કરવામાં આવ્યા છે જેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આ વિસ્તારની જનતા આભાર વ્યક્ત કર્યો હતો અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનો સન્માન સમારોહ ફાટસર ગામે રાખવામા આવેલ હતો. ત્યારે ગામના સરપંચો અને આગેવાનો દ્વારા ફુલહારથી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રાસંગિક પ્રવચનમાં મેઘજીભાઈ ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરીને રસ્તાના કામો ગુણવત્તાસભર થાય તેવી કડક સુચના અધિકારીઓએ આપી હતી. આ કાર્યકમમાં ભાજપના આગેવાન સિદ્ધરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય પતિ યોગેશભાઈ પટેલ, હસુભાઈ ગામી, કડીયા જ્ઞાતિના આગેવાન છગનભાઈ રાઠોડ, સરપંચોમા માણેકવાડાના સરપંચ બ્રિજરાજસિંહ, ફાટસરના સરપંચ ચંદુભાઈ, બાદનપરના સરપંચ મનસુખભાઇ, આમરણના સરપંચ કાળુભાઇ અને મયુરભાઈ સવસાણી સહિતના આગેવાનો હજાર રહ્યા હતા.
