વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભૂમિપૂજન
વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું સારવારમાં મોત
SHARE







વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું સારવારમાં મોત
વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું હતું. મનીષભાઈ ભરતભાઈ ચાવડા (ઉંમર વર્ષ 30, રહે. ગાત્રાળનગર ગામ, તાલુકો વાંકાનેર) ગઈકાલે બપોરે 1 વાગ્યાં આસપાસ પોતે પોતાના ગામમાં હતો ત્યારે એસીડ પી જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
અહીં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે સાંજે 7:30 વાગ્યાં આસપાસ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું કે મૃતક મનીષ 4 ભાઈ 2 બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં 2 પુત્ર છે. તે સેન્ટીંગ કડિયા કામની મજૂરી કરતો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.બીજા બનાવમાં નરશીભાઈ કાનાભાઈ મજેવડીયા (ઉંમર વર્ષ 65, રહે. ભાલકા ગામ, તાલુકો વેરાવળ, જીલ્લો ગીર સોમનાથ) ગઈ તા.27/9 ના રોજ બપોરે 2 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ લાઈફ લાઈન હોસ્પિટલ વેરાવળ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવતા દાખલ કરાયા હતા. જેનું ચાલુ સારવાર દરમિયાન ગત મોડી રાત્રે મૃત્યુ નીપજ્યું હતું
