મોરબીના ટીંબડી નજીક ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત
SHARE







મોરબીના ટીંબડી નજીક ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત
મોરબી-માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા એક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે એક યુવાનને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે ગોજારો વાહન અકસ્માત બન્યો હતો. જેમાં ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લીધુ હતુ. આ બનાવમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોહસીન ઈસ્માઈલભાઈ મોવર (ઉ.20) રહે. કાજરડા તા.માળીયા (મીં.) જી.મોરબીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.જયારે તેની સાથે રહેલા મહોબ્બત અલ્તાફભાઈ ગફુર (ઉ.23) રહે. કાજરડા તા.માળીયાને ઈજાઓ થતા તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો. તાલુકા પોલીસના ફિરોઝભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી. બંને યુવાનો કામ ઉપરથી પરત ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો.
મારામારીમાં ઈજા
મોરબી સુપર ટોકીઝ સામેના મંગલભુવન ગેસ્ટ હાઉસ પાસે સામસામી મારામારી થતા છરી વડે હુમલો થતા નરેન્દ્રસિંહ સતપાલસિંહ (42) અને કુલદીપસિંહ દામોદરસિંહ (36)ને સારવારમાં ખસેડાયા હતા. જયારે બાઈકમાંથી પડી જતા રેવીબેન ભુરજીભાઈ પરમાર (35) રહે. બુટાની વાડી રવાપરને સારવાર માટે લઈ જવાયા હતા. તેમજ વાવડી રોડ કારીયા સોસાયટી પાસે બાઈકમાં જતા અકસ્માત થતા હંસાબેન મનસુખભાઈ ડાભી (38) રહે. વાવડી રોડ, પટેલ પાન પાસેને સારવારમાં લઈ જવાયા હતા.
વાહન અકસ્માત
હળવદની મોરબી ચોકડી પાસે બાઈકમાંથી પડી જતા જીયા ઘનશ્યામભાઈ ગઢીયા (15) રહે. સીધ્ધનાથ સોસાયટી સરા રોડ તથા ઘર નજીક સાયકલમાંથી પડી જતા વિર ભરતભાઈ મેંદપરા રહે. હરીઓમનગર લતીપર ચોકડી ટંકારાને સારવારમાં ખસેડાયા હતા. જયારે ભુજ નજીક થયેલ અકસ્માતમાં ઈજા થતા મનુભાઈ બાબાભાઈ કોળી (38) રહે. ચાડધ્રા તા. હળવદને અને રાજકોટ જામકંડોરણા પાસેના ખજુરડી ગામે બાઈક સ્લીપ થઈ જતા મનુભાઈ વેલાભાઈ બાંભણીયા (54)ને સારવાર માટે મોરબી લવાયા હતા.
વૃધ્ધા સારવારમાં
મહેન્દ્રનગર પાસે બાઈકમાંથી પડી જતા શાંતાબેન શામજીભાઈ પટેલ (86) રહે. રાયસંગપર તા. હળવદને તેમજ વાંકાનેર હાઈવે રામકુવા પાસેથી પગપાળા જતા સમયે બાઈક ચાલકે હડફેટ લેતા ગૌરીબેન સોમાભાઈ માંજુસા (59) રહે. ત્રાજપર મોરબીને સારવારમાં લઈ જવાયા હતા. તેમજ ધ્રાંગધ્રા નજીકના કંકાવટી ગામના હિરાબેન ઈશ્ર્વરભાઈ કણઝારીયા નામના 72 વર્ષના વૃધ્ધા ગામ નજીક બાઈકમાંથી પડી જતા અને મોરબી ઘુંટુ રોડ સોનેટ સીરામીક નજીક સાપ કરડી જતા માહેનુરબેન ડબલુભાઈ શેખ (40)ને સારવારમાં લઈ જવાયા હતા
