મોરબી: સોનિક ડાન્સ એકેડેમીની વિદ્યાર્થિનીએ ઈન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું
વાંકાનેરના જલારામનગરમાં સગીરે પોતાના ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
SHARE







વાંકાનેરના જલારામનગરમાં સગીરે પોતાના ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટી સ્મશાન પાસે જલારામનગર-1 માં રહેતા સગીરે કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં સ્મશાનની પાસે જલારામનગર-1 માં રહેતા દિલશાન ઉંમરદિનભાઈ મીરાશી (17) નામના સગીરે કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે સગીરનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની દિલાવરભાઈ શેખ (26)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવન નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી અસર
મોરબી તાલુકાના આમરણ ગામની સીમા મહેન્દ્રભાઈ બેચરભાઈની વાડીએ દવાનો છટકાવ કરતા સમયે ઝેરી અસર થવાના કારણે કનુભાઈ લક્ષ્મણભાઈ (32) નામના યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
યુવાન સારવારમાં
મોરબીના બેલા કામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ મોનાલીસા સીરામિકના લેબર કવાર્ટરમાં રહેતા ભારત જેના (44) નામનો યુવાન દિવાલ ઉપરથી નીચે પડી જતા તેને ઈજા થવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાનને માર માર્યો
મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતા સલેમાન બુખારી (30) નામના યુવાનને મોડપર પાસે અજાણ્યા વ્યક્તિ દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
