વાંકાનેરના જલારામનગરમાં સગીરે પોતાના ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
મોરબીમાં સુપર માર્કેટ પાસે પાર્કિંગમાંથી બાઇકની ચોરી
SHARE







મોરબીમાં સુપર માર્કેટ પાસે પાર્કિંગમાંથી બાઇકની ચોરી
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે પાર્કિંગમાં યુવાને પોતાનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશને વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પ્રભુ કૃપા સોસાયટી શુભ પેલેસ બ્લોક નંબર 103 માં રહેતા પાર્થ રમેશભાઈ સાવલિયા (23) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે તેણે પાર્કિંગમાં પોતાનું બાઈક નંબર જીજે 1 જેડબલ્યુ 5068 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના કાલિકાનગરમાં રહેતા મહેશભાઈ ભૂભારીયા (48) લગધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
બાઈકમાંથી પડી જતાં માતા-પુત્રીને ઇજા
વાંકાનેરના હસનપર ખાતે રહેતા મુક્તાબેન રાજેશભાઈ (42) અને તેની દીકરી નેન્સી રાજેશભાઈ (11) બંને બાઇકમાં બેસીને માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલ સ્પીડ બ્રેકરના કારણે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા અને તેઓને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ માતા અને પુત્રીને સારવાર માટે જેતપુર સામુહિક કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
