મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને ન કરવાનું કરી નાખ્યું
વાંકાનેર: હથિયાર સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરનાર યુવાન સહિત બે શખ્સની ધરપકડ
SHARE







વાંકાનેર: હથિયાર સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરનાર યુવાન સહિત બે શખ્સની ધરપકડ
વાંકાનેરના સરતાનપર ગામે રહેતા યુવાન પાસે હથિયાર પરવાનો ન હતો તેમ છતાં પણ તેને સમાજમાં ભય ઊભો કરવા માટે હાથમાં બાર બોરના હથિયાર સાથે ફોટો પડ્યો હતો અને તે ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો હતો જેથી હથિયાર સાથે ફોટો પાડનાર તેમજ ફોટો પાડવા માટે હથિયાર આપનાર બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં વ્યુહ અને લાઈક વધારવા માટે ઘણી વખત ગુનાહિત કૃત્યો કરવામાં આવતા હોય છે તેવી જ ઘટના મોરબી જિલ્લામાં સામે આવી છે જેમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા ગોરધનભાઈ વેરશીભાઈ સરાવાડીયા (23) નામના યુવાન પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ તેણે અલૂભાઇ શામજીભાઈ ઉડેચા (55) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળાનું લાઇસન્સ વાળું બાર બોરનું હથિયાર પોતાના હાથમાં લઈને ફોટો પાડ્યો હતો અને તે ફોટો ઇનસ્ટાગ્રામમાં અપલોડ કરવામાં આવ્યો હતો જે મોરબી જિલ્લા એસઓજીની ટીમના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક પોલીસ દ્વારા હથિયાર સાથે ફોટો પાડનાર ગોરધનભાઈ તથા ફોટો પાડવા માટે હથિયાર આપનાર અલુભાઇને પકડીને તે બંનેની સામે આર્મ્સ એક્ટની કલમ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.
