વાંકાનેર: હથિયાર સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરનાર યુવાન સહિત બે શખ્સની ધરપકડ
હળવદના સુસવાવ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા કપડાં લેવા જતાં રાહદારી યુવાનનું મોત
SHARE







હળવદના સુસવાવ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા કપડાં લેવા જતાં રાહદારી યુવાનનું મોત
હળવદના સુસવાવ ગામના પાટીયા પાસેથી યુવાન પગપાળા પસાર થઈ રહ્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતરાઈ ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે ચંદુલાલ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા લાલસિંહ તોમર (24)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના સુસવાવ ગામે તેઓના કાકાનો દીકરો રમેશભાઈ તોમર (40) ખેતીમાં મજૂરી કામ કરતો હતો અને અગાઉ તે રણજીતગઢ ગામે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો જેથી ત્યાં તેના કપડાં પડ્યા હતા તે કપડાં લેવા માટે થઈને પગપાળા ચાલીને જઈ રહ્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે ગામના પાટીયા પાસે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ગંભીર રીતે ઇજા પામેલ રમેશભાઈ તોમરનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વરલી જુગાર
વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીના નાલા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સદ્દામભાઈ અલાઉદ્દીનભાઈ અંસારી (29) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર તથા મુકેશભાઈ મનુભાઈ કુંખાણીયા (40) રહે. જીનપરા વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 1380 રૂપિયાની રોકડ તથા 2500 ની કિંમતનો એક મોબાઈલ આમ કુલ મળીને 3880 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેઓની પાસેથી સંજય દેવકરણભાઈ ડેડાણીયા રહે. બ્રાહ્મણ શેરી જીનપરા વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
