ફકીર સમાજનું ગૌરવ: મોરબીના તનવીરશાએ આઈ.ટી.આઈ.ની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો
વાંકાનેર નજીક વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ 16,700 ની રોકડ સાથે પકડાયા
SHARE







વાંકાનેર નજીક વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ 16,700 ની રોકડ સાથે પકડાયા
વાંકાનેરના રાજા વડલા તરફ જવાનો રસ્તા ઉપર આવેલ રેલવેના ગરનાળા પાસે આવેલ વાડીની બાજુમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા તેની પાસેથી પોલીસે 16,700 ની રોકડ કબ્જે કરી હતી અને આરોપીની ધરપકડ કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજા વડલાના રસ્તા ઉપર આવેલ બ્રહ્મ સમાજ સોસાયટી પાછળ રેલવેના ગરનાળા પાસે આવેલ વાડીની બાજુમાં ખરાબાની જગ્યામાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મુકેશભાઈ ભોગીલાલ શાહ (59), રફિકભાઈ અબુભાઈ કાફી (40), પ્રવીણભાઈ મૂળજીભાઈ ગેડીયા (49), જયેશભાઈ ઉર્ફે ભુરાભાઈ મજેઠીયા (49) અને મહંમદભાઈ કરીમભાઈ લાખા (31) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 16,700 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક બોટલ દારૂ
મોરબીના બેલા ગામની સીમમાં વેન્ટો સિરામિક સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે પોલીસે 1100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી ફતેહલાલ શંકરલાલ કલાસ્વા (21) રહે. બેલા રંગપર ગામની સીમમાં વેન્ટો સિરામિકની સામે કોમ્પ્લેક્સમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
