વાંકાનેર નજીક વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ 16,700 ની રોકડ સાથે પકડાયા
હળવદ નજીક ટ્રેલરની પાછળ ટેન્કર અથડાતાં ખાલી સાઇડમાં બેઠેલા ડ્રાઈવરનું મોત
SHARE







હળવદ નજીક ટ્રેલરની પાછળ ટેન્કર અથડાતાં ખાલી સાઇડમાં બેઠેલા ડ્રાઈવરનું મોત
હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામે ટેન્કર ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવીને આગળ જતા ટ્રેલરની પાછળના ભાગમાં ટેન્કરની ખાલી સાઇડ અથડાવી હતી જેથી કરીને અકસ્માત થયો હતો અને આ બનાવમાં ટેન્કરની ખાલી સાઈડમાં બેઠેલ બીજા ડ્રાઇવરને માથામાં અને શરીરે ઇજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ કચ્છના અંતરજાળ ગામના રહેવાસી હીરાભાઈ જેસંગભાઈ મિયાત્રા (65)એ ટેન્કર નંબર જીજે 39 ટીએ 8501 ના ચાલક મુસાભાઇ કાળુભાઈ બેલીમ રહે. દસાડા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામે રોડ ઉપરથી ટેન્કરનો ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલ ટ્રેલર નંબર જીજે 39 એ 1722ની પાછળના ભાગમાં ટેન્કર ચાલકે તેનું વાહન અથડાવ્યું હતું ત્યારે ટેન્કરમાં ખાલી સાઇડમાં બેસેલ બીજા ડ્રાઇવર નવીનભાઈ રામજીભાઈ મિયાત્રાને માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં હીરાભાઈ મિયાત્રાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
