મોરબી જીલ્લામાં શુક્રવારે સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂહ ગાન કરીને સ્વદેશીના શપથ લેવાશે
મોરબી જિલ્લામાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી સંદર્ભે કલેક્ટરની બેઠક યોજાઇ
SHARE
મોરબી જિલ્લામાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી સંદર્ભે કલેક્ટરની બેઠક યોજાઇ
મોરબી જિલ્લામાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત ૧૫ નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે સંબંધિત વિભાગો સાથે ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બેઠક યોજી હતી.
આ બેઠકમાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમોમાં આદિવાસી સમુદાયના લોકોને બહોળી સંખ્યામાં સહભાગી બનાવવા કલેક્ટરએ સંબંધિતોને સૂચના આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઉમંગ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.