ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત વાંકાનેરમાં અંધશ્રદ્ધા ફેલાવતી ભુઈ હનીફાબેન પઠાણની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ: લોકોની માફી માંગીને હવે ધતિંગ કર્યા બંધ મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લામાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી સંદર્ભે કલેક્ટરની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શુક્રવારે સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂહ ગાન કરીને સ્વદેશીના શપથ લેવાશે


SHARE



























મોરબી જીલ્લામાં શુક્રવારે સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂહ ગાન કરીને સ્વદેશીના શપથ લેવાશે

ઈતિહાસમાં વર્ષ ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રી ગીત ‘‘વંદે માતરમ’’એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા. ૭મી નવેમ્બર ૨૦૨૫ના રોજ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂહ ગાન થશે તથા સ્વદેશીના શપથ લેવાશે. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં શુક્રવારે ૭મી નવેમ્બરે સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ના બદલે સવારે ૯.૩૦થી સાંજે ૫.૧૦ સુધીનો રહેશે.

વંદે માતરમ’@૧૫૦ની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સચિવાલય, વિધાનસભા પરિસર ખાતે યોજાશે. જ્યારે પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા મુખ્ય મથક ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે તથા મેયરની ઉપસ્થિતિમાં મહાનગર પાલિકાઓ સાથે, જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે, નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં તમામ નગરપાલિકાઓ ખાતે વંદે માતરમનું મૂળ સ્વરૂપમાં સમુહગાન કરવામાં આવશે. તથા સ્વદેશી અપનાવવા અને તેને પ્રોત્સાહનના શપથ લેવામાં આવશે. આગામી દિવસોમાં શાળાઓ/કોલેજમાં પણ વંદે માતરમનું મૂળ સ્વરૂપમાં સમુહગાન કરવા માટેના વિવિધ કાર્યક્રમો યોજાશે












Latest News