મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે
વાંકાનેરમાં અંધશ્રદ્ધા ફેલાવતી ભુઈ હનીફાબેન પઠાણની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ: લોકોની માફી માંગીને હવે ધતિંગ કર્યા બંધ
SHARE
વાંકાનેરમાં અંધશ્રદ્ધા ફેલાવતી ભુઈ હનીફાબેન પઠાણની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ: લોકોની માફી માંગીને હવે ધતિંગ કર્યા બંધ
વર્તમાન ટેકનોલોજીના યુગમાં આજની તારીખે પણ ઘણી જગ્યાએ યેનકેન પ્રકારે ધતિંગ કરીને લોકોને સારવાર લેતા અટકાવવામાં આવે છે અને તેઓને અંધશ્રદ્ધામાં રાખીને તેઓના જીવન સાથે ચેડા કરવામાં આવતા હોય છે તેવો જ ઘાટ મોરબી જિલ્લાના વાંકાનેર શહેરી વિસ્તારમાં જોવા મળ્યો હતો જ્યાં ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર લોકોને દુઃખ દર્દ મટાડવાનું કહીને તેઓની પાસેથી યેનકેન પ્રકારે પૈસા લેવામાં આવતા હતા અને જે ભુઇ દ્વારા પૈસા લેવામાં આવતા હતા તેના દ્વારા જાહેરમાં લોકોની માફી માંગીને આ ધંધા હવે બંધ કરવાની ખાતરી આપવામાં આવી છે
વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારની અંદર ખોડીયાર માતા અને મેલડી માતા ની ભુઈ હનીફાબેન પઠાણ દ્વારા લોકોને તેના દુઃખ દર્દ મટાડવા માટેનું કહેવામાં આવતું હતું અને છેલ્લા દસ વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવીને બીપી, ડાયાબિટીસ મટાડવાનો દાવો કરી દાણા પીવડાવીને ઉપચાર કરવાનું કહેવામાં આવતુ હતા તથા તેઓની બીપી, ડાયાબિટીસ સહિતની દવાઓ ચાલુ હોય તે બંધ કરાવી માતાજીમાં શ્રદ્ધા રાખીને ટેક રાખવા માટે કહેતા હતા આમ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હોવાની ભારત જન વિજ્ઞાન જાથાની ટીમને જાણ થતા ભોગ બનેલ વ્યક્તિના પરિવારને સાથે રાખીને વાંકાનેર શહેરમાં રેડ કરવામાં આવી હતી
વાંકાનેર શહેરમાં જે જગ્યાએ લોકોના દુઃખ દર્દ મટાડવાની ભુઇ હનીફાબેન પઠાણ દ્વારા વાતો કરવામાં આવતી હતી ત્યાં વાંકાનેર મોરબી, કુવાડવા, ચોટીલા, થાન વિગેરે વિસ્તારમાંથી લોકો આવતા હતા અને તેઓને દુઃખ દર્દ મટાડવાની સાથે સંતાન પ્રાપ્તિ, ઘરકંકાસ દૂર કરવો, લગ્ન સંબંધી ઉકેલનું કામ કરી આપવું, મેલી વસ્તુ પીવડાવી દીધી છે, કોઈએ કરી નાખ્યું છે, છાયામાં આવી ગયા છો વગેરે જેવું કહીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હતી. દરમ્યાન થાનમાં રહેતા પરિવારના એક મહિલાને બીપીની તકલીફ હોય તેઓની દવા બંધ કરાવી હતી જે મહિલાનું મોત નીપજ્યું હોય થાનમાં રહેતા પરિવાર દ્વારા ભારત જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ભોગ બનેલ પરિવારને સાથે રાખીને જાથાએ આજે ત્યાં રેડ કરી હતી
વધુમાં જાથાના ચેરમેન અને એડવોકેટ જયંતભાઇપંડ્યા એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર જાથા દ્વારા વાંકાનેર સહિત કુલ મળીને 1279 જગ્યા ઉપર આવી ધતિંગ લીલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને અહીંયા ઘરની અંદર માતાજીનો મઢ બનાવીને છેલ્લા દસેક વર્ષથી આ મહિલા દ્વારા લોકો પાસેથી સ્મશાનમાં વિધિ વિધાન કરી સમસ્યાઓ દૂર કરવાનો દાવો કરીને તેમજ જે કોઈ પીડીત કે દર્દીઓ આવે તેની પાસેથી કામ ચોખ્ખું કરાવવા માટે 2000 થી લઈને 20,000 રૂપિયા સુધીની ફી પણ લેવામાં આવતી હતી તેવું સામે આવ્યો હતો જેથી કરીને જાથાની ટીમ દ્વારા રંગે હાથે ભુઈને અંધશ્રદ્ધા ફેલાવતા પકડવામાં આવતા ભુઇ હનીફાબેન પઠાણ દ્વારા તેની ધતિંગ લીલા કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી હતી અને જાહેરમાં લોકોની માફી માંગી હતી ત્યારબાદ વાંકાનેર સિટી પોલીસ દ્વારા તેની સામે અટકાયતી પગલા રહીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી
ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોની અંદર જે રીતે યેનકેન પ્રકારે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હોય છે તેનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે તેઓ જ વધુ એક પર્દાફાશ વાંકાનેર શહેરી વિસ્તારની અંદર કરવામાં આવ્યો છે અને ત્યાં દુઃખ દર્દ મટાડવાના નામે લોકોને આશ્વાસન અને ખાતરી આપીને બાધા-ટેક રાખવામાં આવતી હતી તેમજ દાણા પીવડાવવામાં આવતા હતા જેનો પર્દાફાશ કર્યો છે ત્યારે આવી ધતિંગ લીલાઓમાં અવારનવાર પોતાની સમસ્યાઓના કારણે ફસાતા લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી આ કાર્યવાહી સમયે વાંકાનેરના વિભાગના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ સિટી પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને તેઓનો સ્ટાફ સાથે રહ્યો હતો.