મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ નવેમ્બરે યોજાશે
વાંકાનેરની પેઢીની લેણી રકમ સામે આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: 9.60 કરોડ ચૂકવવા આદેશ
SHARE
વાંકાનેરની પેઢીની લેણી રકમ સામે આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: 9.60 કરોડ ચૂકવવા આદેશ
વાંકાનેરના અમન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સરવદી અમીન અલીશાને ચેક રીટર્નના કેસમાં રૂપિયા 9.60 કરોડ ફરીયાદીને વળતર ચૂકવી આપવાનો તેમજ એક વર્ષની કેદની સજાનો હુકમ મોરબી કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી પેઢીના ભાગીદાર તથા ફુલમુખત્યાર ઉદયભાઈ ભરતભાઈ ભાલોડીયાએ આરોપી અમન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સરવદી અમીન અલીશા વિરૂધ્ધ ફરીયાદી પેઢીની મશીનરી વેચાણની કાયદેસરની લેણી રકમ ચૂકવી આપવા બે કરોડના કુલ ચાર ચેક મળી કુલ રકમ આઠ કરોડના ચેક આપેલ હતા જે ચેકને ફરિયાદીએ પેઢીના ખાતામાં રજુ કર્યા હતા અને તે ચેક રિટર્ન થયા હતા જેથી ફરિયાદીની પેઢી વતી વકીલ ચિરાગ ડી. કારીઆએ આરોપીને નોટીસ આપેલ હતી ત્યાર પછી પણ ફરિયાદીને રકમ ચૂકવી ન હતી જેથી ફરીયાદીએ વડીલ મારફત મોરબી કોર્ટમાં ઘી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટસ એક્ટની કલમ 138 અન્વયેની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.
આ કેસ મોરબીના બીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રીમતી સી.વાય. જાડેજા મેડમની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે રજુ થયેલ પુરાવાઓ અને ફરીયાદીના વકીલ ચિરાગ કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા દલીલ વખતે રજૂ કરવામાં આવેલ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી અમન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રયટર સરવદી અમીન અલીશાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ તથા ચેકની રકમના ૨૦ % રકમ મળી કુલ 9.60 કરોડ વળતર પેટે ચૂકવી આપવાનો અતિ મહત્વનો આદેશ કર્યો છે આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ, રવી કે. કારીયા, દયારામ એલ. ડાભી, અતુલ સી. ડાભી તથા મનીય કે, ભોજાણી રોકાયેલ હતા.









