મોટા સમાચાર: ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે ખેડૂતો માટે જાહેર કર્યું 10 હજાર કરોડનું રાહત પેકેજ
SHARE
મોટા સમાચાર: ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે ખેડૂતો માટે જાહેર કર્યું 10 હજાર કરોડનું રાહત પેકેજ
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું હતું જેથી સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી તેવામાં આજે સરકારે ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરેલ છે. અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે.
ત્યારે મુખ્યમંત્રીએ સોશ્યલ મીડિયામાં મૂકેલા વિડીયોમાં જણાવ્યુ છેકે, ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે જેથી તેમની લાગણીને ધ્યાને રાખીને સરકાર દ્વારા ધરતીપુત્રો માટે 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત, સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.