મોરબીમાં સોલારનું કામ કરતી કંપની પાસેથી 20 હજારની લાંચ લેતા પીજીવીસીએલના નાયબ ઇજનેર-વચેટિયાની એસીબીની ટીમે કરી ધરપકડ
SHARE
મોરબીમાં સોલારનું કામ કરતી કંપની પાસેથી 20 હજારની લાંચ લેતા પીજીવીસીએલના નાયબ ઇજનેર-વચેટિયાની એસીબીની ટીમે કરી ધરપકડ
મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી કંપનીએ સોલાર પેનલ લગાવ્યા બાદ ગ્રાહકને ત્યાં સમયસર ઇલેક્ટ્રીક મીટર લગાવવા માટે પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા કંપની પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી જો કે, કંપની વાળાએ એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને પીજીવીસીએલ કચેરી પાસે અધિકારી વતી લાંચની રકમ લેતા વચેટિયાને પકડવામાં આવેલ છે અને ત્યાર બાદ પીજીવીસીએલના નાયબ ઇજનેરને પણ પકડવામાં આવેલ છે અને એસીબીની ટીમે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી કંપનીએ બે જગ્યાએ સોલાર પ્લાન્ટનું કામકાજ કર્યું હતું અને ત્યાં બંને સ્થળે સોલાર પ્લાન્ટમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવામાં આવે તથા લગાવેલ સોલાર પ્લાન્ટમાં કોઇપણ પ્રકારની હેરાનગતિ ન કરવામાં આવે તેના માટે પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા 20 હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી જો કે, સોલરનું કામ કરતી કંપનીએ લાંચ આપવી ન હતી જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ આજે મોરબીમાં પીજીવીસીએલ કચેરી પાસે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ત્યારે નાયબ ઇજનેરે ફરિયાદી સાથે વાત કરી હરતી અને તેના વતી લાંચની રકમ લેતા વચેટિયો પ્રવીણભાઇ નાનજીભાઇ માકાસણા ઝડપાઇ ગયો હતો જેથી એસીબીની ટીમે હાલમાં આરોપી તરીકે પીજીવીસીએલના નાયબ ઈજનેર મનીષભાઇ અરજણભાઇ જાદવ અને વચેટિયા પ્રવીણભાઇ નાનજીભાઇ માકાસણાની ધરપકડ કરી છે અને બંને સામે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.