મોરબી નજીક ટ્રક ટ્રેલરની ડીઝલ ટેન્કમાંથી 140 લિટર ડીઝલની ચોરી
વાંકાનેરના આંબેડકરનગરમાં જૂના મનદુખનો ખાર રાખીને વૃદ્ધને આંખ પાસે મુક્કો મારીને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
વાંકાનેરના આંબેડકરનગરમાં જૂના મનદુખનો ખાર રાખીને વૃદ્ધને આંખ પાસે મુક્કો મારીને જાનથી મારી નાખવાની ધમકી
વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા વૃદ્ધના બાઇકનું હેન્ડલ પકડીને તેને રસ્તામાં અટકાવીને તમે કેમ તારા દીકરાના લગ્ન વખતે મારા વિરુદ્ધ અરજી કરી હતી તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા વૃદ્ધને ડાબી આંખ પાસે મુકો મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા વૃદ્ધે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આંબેડકરનગર શેરી નં-3 માં રહેતા દેસાભાઇ કરસનભાઈ બોસિયા (71)એ હાલમાં પ્રવીણભાઈ ખીમજીભાઇ ચાવડા રહે. આંબેડકરનગર શેરી નં-3 વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓ પોતાનું બાઈક લઈને આંબેડકરનગર શેરી નં-3 માં બાબુભાઈ પરમારના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને આરોપી પ્રવીણભાઈએ હેન્ડલ પકડીને ઊભું રખાવ્યું હતું અને કહ્યું હતું કે “તમે કેમ તારા દીકરાના લગ્ન વખતે મારા વિરુદ્ધ અરજી કરેલ હતી” તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સે ફરિયાદીને ડાબી આંખ પાસે એક મુકો મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મારામારીમાં ઇજા
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મનસુખભાઈ કરસનભાઈ રાંકજા (65) અને ધર્મેશ મનસુખભાઈ રાંકજા (34) નામના બે વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તે બંન્ને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાપ કરડી ગયો
વાંકાનેરના ભરવાડપરામાં રહેતા લાલાભાઇ કરણાભાઈ મુંધવા (22) નામના યુવાનને વડવાળા હોટલ પાસે સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
કોઠારીયા નેકનામ ગામ પાસે બાઈક આડે કૂતરું આવતા બાઇક સ્લીપ સ્લીપ થયું હતું જે બનાવમાં કાનજીભાઈ ભગવાનભાઈ (44) નામના યુવાનને ઇજા થતાં તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બાળકી સારવારમાં
ટંકારાના ઘુનડા સજનપર ગામે રહેતા બાબુભાઈ પાટડીયાની પાંચ વર્ષની દીકરી ધારા કોઈ કારણોસર સાયકલમાંથી પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.









