મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક ટ્રેલરની ડીઝલ ટેન્કમાંથી 140 લિટર ડીઝલની ચોરી


SHARE









મોરબી નજીક ટ્રક ટ્રેલરની ડીઝલ ટેન્કમાંથી 140 લિટર ડીઝલની ચોરી

મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાના ગેટ પાસે ટ્રક ટ્રેલર પાર્ક કરીને મૂક્યું હતું જેની ડીઝલ ટેન્કનો લોક તોડીને તેમાંથી 140 લિટર ડીઝલની ચોરી કરવામાં આવી છે જેથી હાલમાં ડ્રાઇવર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 13,000 રૂપિયાના કિંમતના ડીઝલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રાજસ્થાનના રામ કુનવારપુરા પપુરના ના રહેવાસી ટ્રક ડ્રાઇવર જીતેન્દ્રસિંહ લાદુસિંગ રાજપૂત (48)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ પોલીસ ગેટ પાસે જાહેરમાં તેણે પોતાના હવાલા વાળું ટ્રક ટ્રેલર નંબર આરજે 14 જીક્યૂ 4377 પાર્ક કરીને મૂક્યું હતું જે ટ્રક ટ્રેલરની ડીઝલ ટેન્કનો લોક તોડીને તેમાંથી 140 લિટર ડીઝલની ચોરી કરવામાં આવેલ છે જેથી 13,000 ની કિંમતના ડીઝલની ચોરી થઈ હોવાની યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના પંચાસર ઉપર આવેલ નિત્યાનંદ સોસાયટીમાં રહેતા અમિત ગૌતમભાઈ (37) નામના યુવાને સનાળા રોડ ઉપર આવેલ જલારામ ભેળ નજીક કોઈ કારણોસર ઝેરી પદાર્થ પી લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધને ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સામતાણીની વાડીમાં સ્કૂલ પાસે રહેતા હડિયાલ લાધાભાઈ કેશાભાઈ (68) નામના વૃદ્ધ સનાળા રોડ ઉપર હતા ત્યારે ત્યાં બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ્યો હતો જેમાં વૃદ્ધને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News