વાંકાનેરના હસનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બે બાઈકની ચોરી
SHARE
વાંકાનેરના હસનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બે બાઈકની ચોરી
વાંકાનેરના હસનપર ગામે રહેતા યુવાનના ઘર પાસે તેના બે બાઈક પાર્ક કરીને મૂક્યા હતા જે બંને બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ મળીને 75,000 ની કિંમતના બે બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેરના હસનપર ગામે રહેતા અજયભાઈ ભુપતભાઈ પરસોંડા (29)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેના ઘર પાસે બાઈક નંબર જીજે 36 એડી 0790 જેની કિંમત 35 હજાર રૂપિયા તથા બીજું બાઇક નંબર જીજે 36 એજી 0790 જેની કિંમત 40 હજાર આમ કુલ મળીને બે બાઈક પાર્ક કરીને મૂક્યા હતા જે બંને બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શિવમ સોસાયટીમાં રહેતા અશોકભાઈ ગિરધરભાઈ કોટક (54) નામના આધેડ બાઈક લઈને જુના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અશોકભાઈને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.
મહિલ સારવારમાં
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં ડ્રીમ પેલેસ ખાતે રહેતા શિલ્પાબેન ઠાકરશીભાઈ કાવર (40) નામના મહિલાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
ઝેરી દવા પી લેતા સારવારમાં
માળીયા મીયાણાના શક્તિનગર ગામે રહેતા ચંદ્રિકાબેન ઠાકરશીભાઈ કોળી (27) નામની મહિલાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના વીસીપરામાં રહેતા રસુલભાઈ રહેમાનભાઈ મોવર (40) નામનો યુવાન હરીપર કેરાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બુલેટને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે









