હળવદ તાલુકામાંથી 1000 મીટર કોપર વાયરની ચોરીના ગુનામાં વધુ સાત આરોપી પકડાયા
SHARE
હળવદ તાલુકામાંથી 1000 મીટર કોપર વાયરની ચોરીના ગુનામાં વધુ સાત આરોપી પકડાયા
હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાંથી એક હજાર મીટર કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં અગાઉ પોલીસે ચાર આરોપીને પકડ્યા હતા અને હાલમાં પોલીસે આ ગુનામાં વધુ સાત આરોપીને પકડીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે
હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ ઉપર બાંધેલ ફેન્સીંગ તાર કાપીને અજાણ્યા શખ્સે અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી એક હજાર મીટર કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી 4 લાખના વાયરની ચોરી થઈ હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેથી પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવની તપાસ હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ પીઆઇ ડી.વી.કાનાણી અને તેના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી હતી અગાઉ આ ગુનામાં સુલતાન ઉર્ફે કાનો ધીરુભાઈ દેકાવાડિયા અને રવિ ઘનશ્યામભાઈ દેકાવાડિયા રહે બંને દેવપર સુખપર તાલુકો હળવદ તથા રાજબહાદુર ઇન્દ્રપાલ રાજપુત રહે. હાલ હળવદ મૂળ રહે. યુપી અને રાજુ ગોપીલાલ ગુર્જર રહે. હાલ નીચી માંડલ મૂળ રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ તપાસનીસ અધિકારીની ટીમ દ્વારા આ ગુનામાં વધુ સાત આરોપીઓને પકડવામાં આવ્યા છે જેમાં પ્રતાપભાઈ ઉર્ફે પીડી દાનુભાઈ લોદરીયા રહે. સુખપર તાલુકો હળવદ તેમજ વિજયભાઈ વિભાભાઈ દેકાવાડિયા, સંજયભાઈ જગાભાઈ દેકાવાડિયા, કરણભાઈ બહાદુરભાઇ પંચાસરા, મુકેશભાઈ પ્રેમજીભાઈ અઘારા, ચંદુભાઈ જગાભાઈ વડેચા અને વિજયભાઈ ઉર્ફે હિતેશ પ્રેમજીભાઈ અઘારા રહે. બધા દેવપર સુખપર વાળાનો સમાવેશ થાય છે અને આ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.









