મોરબીના નવાગામમાં ખરાબાની જમીનના ઝઘડામાં યુવાન સહિતનાઓને માર મારનાર બે ની ધરપકડ
SHARE
મોરબીના નવાગામમાં ખરાબાની જમીનના ઝઘડામાં યુવાન સહિતનાઓને માર મારનાર બે ની ધરપકડ
મોરબીના નવાગામ (લખધીરનગર) માં સરકારી ખરબની જમીન માટે ઝઘડો ચાલતો હતો જેમાં બોલાચાલી થયા બાદ બે શખ્સો દ્વારા યુવાન સહિતનાઓને લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનની પત્નીએ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંનેની ધરપકડ કરી છે.
મોરબીના નવાગામમાં રહેતા ભારતિબેન ભુપતભાઈ ઝીઝવાડિયા (૩૦) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ પરસોતમભાઈ ડુબાણીયા અને ભુપતભાઈ બાવલભાઈ દરોદરા દ્રારા પોતાના પતિ સહિતનાઓને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તેમણે લખાવ્યું હતુ કે, છેલ્લા ચારેક વર્ષથી તેમના પતિ અને આરોપી મુકેશના સાળા જિગ્નેશ વચ્ચે ખરાબાની જમીન માટે ઝઘડો ચાલે છે અને તા. ૧૪-૬ ના રોજ તેમના પતિ અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને ભુપતભાઈ લાભુભાઈ, કરણભાઈ ભુપતભાઈ, કિશનભાઇ ભુપતભાઈ સહિતનાઓને માર મારવામાં આવ્યો હતો તે ગુનામાં તાલુકા પોલીસે મુકેશભાઈ પરસોતમભાઈ ડુબાણીયા કોળી (૩૫) અને ભુપતભાઈ બાવલજઈભાઈ દારોદરા કોળી (૫૫) રહે.બડને નવાગામની મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.
ટંકારામાંથી ગૌવંશોને કતલખાને લઈ જનાર વધુ એકની ધરપકડ
ટંકારા પોલીસમાં વિહિપ પ્રમુખ કમલેશ બોરીચા દ્વારા કતલખાને લઈ જવાતા ઢોર પકડીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી શૈલેશ માનસિંગ ચૌહાણ (રહે. નારણકા), સાગર લખમણ ઝાપડા (રહે-તરઘરી) અને હનીફ ઉર્ફે હનો જાનમામદ સંધી (૩૦) રહે-કલ્યાણપર વાળાઓ સામે ગુનો નોંધ્યો હતો અને જુદીજુદી જગ્યાએથી આઈશર ટ્રકમાં ગાયો ૭ તથા એક વાછરડો એમ કુલ આઠ અબોલ જીવને ભરીને કતલખાને લઈ જતાં હતા ત્યારે તેને પકડીને પશુ પ્રત્યે ધાતકીપણું દાખવવા અંગેની ફરિયાદ નોંધવી હતી જે ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી જે બે આરોપીના જામીન માટે કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી ત્યારે સરકારી વકીલ પુજાબેન જોષીએ કરેલ ધારદાર દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીના જમીન માટેની અરજીને નામંજૂર કરી હતી. જયારે ગઇકાલે ઉપરોકત ગુનામાં સંડોવાયેલા ત્રીજા આરોપી હનીફ ઉર્ફે હનો જાનમામદ સંધી (૩૦) રહેક.લ્યાણપર ટંકારાની પણ ધરપકડ કરવામાં આવેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”