મોરબી :કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઝળહળશે ગુજરાતનું સિરામિક હબ
મોરબીમાં યુવાન સાથે લગ્ન કર્યા બાદ ત્રીજા જ દિવસે અમદાવાદની યુવતી છનનન: લગ્નના બહાને 3 લાખની છેતરપિંડી
SHARE
મોરબીમાં યુવાન સાથે લગ્ન કર્યા બાદ ત્રીજા જ દિવસે અમદાવાદની યુવતી છનનન: લગ્નના બહાને 3 લાખની છેતરપિંડી
અત્યાર સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં લુટેરી દુલ્હનની ઘટનાઓ અનેક વખત સામે આવી છે તેવી જ વધુ એક ઘટના મોરબી શહેરમાં સામે આવી છે જેમાં પ્રભુ કૃપા રેસીડેન્સી ખાતે રહેતા વૃદ્ધને તેના દીકરાના લગ્ન કરવા હોય અમદાવાદના શખ્સ સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ અમદાવાદના શખ્સે જે યુવતી સાથે વૃદ્ધના દીકરાના લગ્ન કરાવ્યા હતા તેના માટે વૃદ્ધ પાસેથી ત્રણ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા જોકે, માત્ર ત્રણ દિવસ તે યુવતી વૃદ્ધના ઘરે તેના દીકરા સાથે રોકાઈ હતી અને ત્યારબાદ ત્યાંથી જતા રહ્યા પછી પરત આવેલ નથી જેથી કરીને ભોગ બનેલા યુવાનના પિતાએ હાલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના મહેન્દ્રનગર ગ્રામ પાસે આવેલ પ્રભુ કૃપા રેસીડેન્સી રોયલ પાર્કમાં રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જસાપરા (55) એ હાલમાં રાજુભાઈ તન્ના અને ચાંદની રહે. બંને અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના દીકરા રાહુલના લગ્ન કરાવવાના હતા દરમ્યાન તેનો ભેટો અમદાવાદના રહેવાસી રાજુભાઈ તન્ના સાથે થયો હતો ત્યારબાદ ચાંદની સાથે ફરિયાદીના દીકરાના અમદાવાદ ખાતે ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવીને લગ્ન પેટે ત્રણ લાખ રૂપિયા વૃદ્ધ પાસેથી લેવામાં આવ્યા હતા અને જે તે સમયે લગ્ન કરાવ્યા બાદ માત્ર ત્રણ દિવસ જ ચાંદની ફરિયાદીના ઘરે તેના દીકરા સાથે રોકાઈ હતી ત્યારબાદ તેના પિતાનું મરણ થઈ ગયેલ છે તેવું બહાનું કરીને તે ત્યાંથી જતી રહી હતી ત્યારબાદ પરત આવેલ નથી. આમ દીકરાના લગ્ન કરાવી દેવાનું કહીને વૃદ્ધ સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા વૃદ્ધે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. બી.એ.ગઢવી ચલાવી રહ્યા છે
વરલી જુગાર
મોરબીના જેલ ચોક પાસે પોલીસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા રસુલભાઈ હસનભાઈ સુમરા (45) રહે. વીસીપરા ચાર ગોડાઉન પાસે મોરબી વાળો મળી આવતા પોલીસે 1100 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે









