મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી 30 હજારની કિંમતના કોપર વાયરની ચોરી
SHARE
મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી 30 હજારની કિંમતના કોપર વાયરની ચોરી
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે મોબાઈલના ટાવરને તસ્કરે નિશાન બનાવ્યો હતું અને ત્યાંથી જુદી જુદી માપ સાઈઝના કોપર વાયરની ચોરી કરવામાં આવી છે જેથી કરીને 30 હજાર રૂપિયાની કિંમતના મુદ્દા માલની ચોરી થઈ હોવાની ત્યાંના કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (32) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં રામદેવ હોટલ પાસે મોબાઈલ ટાવરમાંથી અલગ અલગ માપ સાઈઝના કોપર કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 30 હજાર રૂપિયાની કિંમતના વાયરની ચોરી થઈ હોવાની કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે









