મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૮૦ કરોડ જેવી ભારે મોટી રકમનાં બેનામી વ્યવહાર થયા તેની તપાસ કોણ કરશે..? : રમેશ રબારી


SHARE















મોરબીમાં ૧૮૦ કરોડ જેવી ભારે મોટી રકમનાં બેનામી વ્યવહાર થયા તેની તપાસ કોણ કરશે..? : રમેશ રબારી

મોરબી જિલ્લાના રવાપર ગામે આવેલ જમીન સર્વે નંબર ૧૮૧ પૈકી ૧ માં આવેલ પ્લોટ ક્ષેત્રફળ એકર ૨-૨ ગુંઠા વાળો પ્લોટ મોરબીનાં જવાબદાર રાજકિય પક્ષનાં મોટા માથાએ રૂા.૧૮૦ કરોડમાં ખરીદ કરી દસ્તાવેજ બનાવેલ છે અને આ પ્લોટ પર સરકારનાં પ્રસ્થાપિત નિયમોનો ભંગ કરી મંજુરી વિના મોટા મોલ તથા રહેણાંક માટેના બહુમાળી ફ્લેટો, શોપીંગ સેન્ટર બનાવી કલ્પનાતીત મોટી કિંમતોમાં વેચાણ કરાશે અને માણસોના જાનમાલને નુકશાન ન થાય તે માટેની પણ કોઈ સુવિધા રાખવામાં આવેલ ન હોય ઉચ્ચકક્ષા આ બધા વિષયોની મૂળથી તપાસ કરીને મોટામાથાઓને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ મોરબીના માલધારી આગેવાન અને પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારીએ કરેલ છે.

વધુમાં રમેશભાઇે પ્રશ્ન ઉઠાવ્યો છેકે આ મોટા રાજકારણી આવડી મોટી રકમ કયાંથી અને કેવી રીતે આપેલ છે ? તેમની આવકની તપાસ થવાની પણ માંગણી કરવામાં આવેલ છે. આ રાજકિય મોટા માથા કોણ છે ? અને તેની હાલની નાણાંકીય અને ભૂતકાળમાં તેઓની નાણાંકિય પરિસ્થિતી શું હતી ? તેની પણ તપાસ થવી જોઈએ. આ રાજકિય નેતાએ આવા મોટી રકમનાં મોરબી જિલ્લા સહિત અનેક જગ્યાએ અગાઉ પણ સોદાઓ કરેલ છે કે કેમ ? તેની પણ તપાસ થવી જરૂરી છે.

મોરબી જિલ્લામાં અનેક ધનાઢય લોકો રહે છે પણ અત્યાર સુધીમાં આવી જાતના વેચાણ દસ્તાવેજ અમારા માનવા મુજબ થયા નહીં હોય.તો ખરેખર જમીનની કિંમત અને થયેલ વેચાણ દસ્તાવેજની ચોકકસ રકમ સહિત વધારાની બેનંબરી લેતીદેતીની કડકપણે અને તટસ્થપણે તપાસ થવા રમેશભાઇ રબાપીએ માંગ કરેલ છે.આ ઈમારત બનતા સ્થાનિકે જમીન-મકાનના વહીવટમાં ભારે ઉછાળો થશે.જે સ્થાનિક લોકો માટે આફતરૂપ બનવા સંભવ હોઈ અને આ સોદામાં કાળા નાણાંનો વ્યવહાર થયાની સ્થાનિકે ચર્ચા હોય સમાજના હિતમાં યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવી માંગ ભારતના આવકવેરા વિભાગ સમક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારીએ કરેલ છે.




Latest News