વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું
મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ
SHARE
માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ
સુરેન્દ્રનગરના સાયલાના દિલસાનબેન ભાડુલા પરિવાર સાથે દરગાહે દર્શન કરવા માટે ગયા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો: પરિવારમાં શોક છવાયો: પુત્ર સિકંદર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
મોરબી જિલ્લાના માળીયા મી. નજીક ભીમસર ચોકડી પાસે ગઇકાલે રાત્રે દોઢ વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો જેમાં પુત્રની નજર સામે જ માતાનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગત મુજબ દિલસાનબેન સલીમભાઇ ભાડુલા (ખાટકી) તેમના પતિ સલીમભાઇ અને પુત્ર સિકંદર એમ પરિવારના બધા સભ્યો ચીરઇ ગામે દરગાહએ દર્શન કરવા માટે જતા હતા.
દરમ્યાન માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે અકસ્માત સર્જાતા આઇસર ચાલકે માતા-પુત્રને ઠોકરે લેતા આઇસરના વ્હીલ દિલસાનબેન (ઉ.વ. 36) ઉપર ફરી વળ્યા હતા. જેથી ઘટના સ્થળે તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે પુત્ર સિકંદર (ઉ.વ. 17) ને ઇજા થતાં પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. અકસ્માતના પગલે સાયલાના ખાટકી પરિવારમાં શોક છવાયો હતો.માળીયા પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી









