વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે રોડ સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા માટે કારખાનમાં ઘૂસીને ઇનોવાની પાછળ થાર ગાડી અથડાવી, 4 લાખનું કર્યું નુકશાન: આરોપી ફરાર મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું


SHARE











વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે કર્યો આપઘાત

વાંકાનેર રેલવે સ્ટેશન ઉપરથી ગઈકાલે બપોરના સમયે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન આડે પડતું મૂકીને કોઈ અજાણ્યા 55 વર્ષના આધેડે આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને ત્યારબાદ રેલવે પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

વાંકાનેર રેલવે સ્ટેશન ઉપરથી ગઈકાલે બપોરના 2:00 વાગ્યાના અરસામાં ઓખા નાથદ્વારા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેન આડે આધેડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે અજાણ્યા 55 વર્ષના આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેન મોત નીપજયું હતું. જે બનાવની રેલવે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં તજવીજ ચાલી રહી છે.વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ઓખા-નાથદ્વારા ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા પુરૂષનું મૃત્યુ નિપજયું છે આ અંગેની તપાસ કુલદીપસિંહ ઝાલા (મો.નં. 91735 55538) ચલાવી રહ્યા છે જે કોઈ આ મૃતકના વાલીવારસ હોય તેઓએ સંપર્ક કરવા જણાવાયું છે

મહિલા સારવારમાં

મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા શાયરાબેન હનીફભાઈ શેખ (36) નામની મહિલા મોરબીના નગરદરવાજા ચોક પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહી હતી જે બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો કેયુર દેવજીભાઈ પરમાર (20) નામનો યુવાન રવાપર રોડ ઉપર મામા ફટાકડા પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા પ્રતાપસિંહ અજીતસિંહ ઝાલા (45)ને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

સગીરા સારવારમાં

હળવદમાં રહેતી સોફિયાનાબેન નિઝામભાઈ ભટ્ટી નામની 15 વર્ષ સગીરાનું માથું તેના ઘરે તેના પિતાએ દિવાલમાં અથડાવ્યું હતું અને મારમાર્યો હતો જેથી કરીને ઈજા પામેલ સગીરાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News