પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે રોડ સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા માટે કારખાનમાં ઘૂસીને ઇનોવાની પાછળ થાર ગાડી અથડાવી, 4 લાખનું કર્યું નુકશાન: આરોપી ફરાર મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ
Breaking news
Morbi Today

પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો


SHARE











પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો

દુનિયામાં આજે ક્રિસમસ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં તુલસી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોકોના જીવનમાં તુલસીનું મહત્વ સમજાવતી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી તેમજ શાળાના શિક્ષકો દ્વારા પણ વર્તમાન સમયની શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેને જોઈને વાલીઓ સહિતના આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે જેથી કરીને તે ભારતીય સંસ્કૃતિથી વિમુખ થઇ રહ્યા છે તે હક્કિત છે તેવા સમયે કોઈ પણ બાળકને જો નાનપણથી જ ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવીને તેના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવે તો તે ભવિષ્યમાં ક્યાં તહેવારને કેટલું મહત્વ આપવું તે બાળક જાતે જ નક્કી કરી શકે છે. માટે આ ઉદેશને ખરા અર્થમાં સાર્થક કરવા મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી સાર્થક વિદ્યા મંદિર શાળા ખાતે 25 મી ડીસેમ્બર એટલે કે ક્રિસમસના દિવસે ક્રિસમસ ડે ની ઉજવણી કરવાના બદલે તુલસી દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને છેલ્લા 10 વર્ષથી આ શાળામાં તુલસી ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે

સાર્થક વિદ્યા મંદિરમાં સંચાલક કિશોરભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ શાળામાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવેલ છે અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં તુલસીને માતાનો દરરજો આપવામાં આવ્યો છે આટલું જ નહી તેનું ઔષધી તરીકે પણ ખુબ જ મહત્વ છે જો કે, લોકો તે વાસ્તવિકતા જાણતા હોવા છતાં પણ તેનો ઉપયોગ રોજીંદા જીવનમાં કરતા નથી જેથી શાળા દ્વારા તુલસી દિવસની ઉજવણી કરીને લોકો તુલસી પ્રત્યે સજાગ બને તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજે શાળામાં તુલસી વિષે લોકોને જાણવા જેવી માહિતી મળે તે માટે થઈને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અદભુત પ્રદર્શીની તૈયાર કરવામાં આવી હતી જેમાં તુલસીનું માનવીના જીવનમાં શું છે મહત્વદૈનિક તુલસીનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છેતુલસીનો ઉપયોગ કરી જુદીજુદી વાનગીઓ બનાવીને તે આરોગવાથી શું ફાયદા થાય છે તે સહિતની માહિતી આ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી

તો શાળાની વિદ્યાર્થીની કાગળા વૃંદા અને રાઠોડ દ્રષ્ટિ તેમજ વાલી પુરોહિત કાજલબેન અને કરડાણી જલ્પાએ જણાવ્યુ હતું કે, ક્રિસમસની ઉજવણીમાં જે રીતે ટ્ર્રી મુકીને તેન શણગારવામાં આવે છે તેવી જ રીતે ભવિષ્યમાં લોકો પોતાના ઘરના આંગણામાં તુલસીને શણગારીને તેનું જતન કરે તેવા ઉદેશ સાથે આ શાળા દ્વારા તુલસી દિવસની ઉજવાઇ છે અને આ ઉજવણીમાં આવેલા લોકોને તુલસીના રોપાઓનું વિતરણ કરાવમાં આવે છે. આટલું જ નહીં જે લોકોને તુલસીના રોપા આપીને તુલસી અને પ્રકૃતિનું જતન કરવા માટેનો સંકલ્પ લેવડાવવામાં આવે છે. જો દરેક શાળા આવું કરે તો ભારતીય સંસ્કૃતિ અને પર્યાવરણનું જતન થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબીમાં રહેતા જીજ્ઞેશ પંડિતએ જણાવ્યુ હતું કે, સામાન્ય રીતે ક્રીસ્મ્સના દિવસે જે ઝાડને રોશનીથી સજાવીને ઉજવણી કરવામાં આવે છે અને નશાકરક દ્વાવ્યો સાથેની પાર્ટીઓ કરીને કેક કટિંગ કરવામાં આવે છે. તેની જગ્યાએ આપણે જેને માતાનો દરરજો આપીએ છીએ તે તુલસીના રોપનું પૂજન અર્ચન કરવામાં આવે અને લોકો ભારતીય સંસ્કૃતિ તરફ વળતા થાય તેમજ પશ્ચિમી સંસ્કૃતિ છોડે તે જરૂરી છે ત્યારે આ શાળા દ્વારા બાળકો સહિતનાઓને તુલસીના ગુણથી માંડીને તુલસીનું મહત્વ સરળતાથી સમજાઈ જાય તે માટે શાળા દ્વારા અદ્ભુત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.






Latest News