ટંકારામાં રમત-રમતમાં એક બાળકે બીજા બાળકના મળ માર્ગે કંપ્રેશનની હવા ભરી દીધી
મોરબીના રવાપર રોડ નરસંગ ટેકરી પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં,દલવાડી સર્કલ પાસે દારૂ પીવા બાબતે મારામારી
SHARE
મોરબીના રવાપર રોડ નરસંગ ટેકરી પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં,દલવાડી સર્કલ પાસે દારૂ પીવા બાબતે મારામારી
મોરબીના રવાપર રોડ ઉપર આવેલા નરસંગ મંદિરની પાસેથી પસાર થતું બાઈક સ્લીપ થઈ ગયુ હતું. આ બનાવમાં મયુરભાઈ મનસુખભાઈ કણસાગરા (42) રહે. આલાપ રોડને ઈજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
જયારે લજાઈ ચોકડી પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજાઓ થતા કરણભાઈ અરજણભાઈ ચાવડા (38) રહે. ગોકુલનગર શનાળાને સારવારમાં ખસેડાયો હતો. માળીયા (મીં)ના વેજલપર ગામે કલ્પેશભાઈની વાડીએ ડીઝલ પી જતા અખીલ કેવલભાઈ સંગાળીયા નામના ત્રણ વર્ષના બાળકને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે ટંકારાના નેશડા (ખાનપર) ગામે રહેતો ડેનીશ હરજીવનભાઈ ભાડજા નામનો 28 વર્ષનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે વાહનમાંથી પડી જતા ઈજા થતા સારવાર માટે મોરબી લવાયો હતો.
મારામારીમાં ઈજા
મોરબી કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસેની રોલા રાતડીયાની વાડી ખાતે મારામારીમાં ઈજાઓ થતા દિલીપ દેવકયા ડાભી સતવારા (30) તથા મનીષાબેન દિલીપભાઈ (30)ને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે દારૂ પીવા બાબતે બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થયેલ હતી. જયારે કંડલા બાયપાસ પાપાજી ફનવર્લ્ડની પાસે બાઈક સ્લીપ થઈ જતા રમાબેન રતિલાલ ચાવડા (67) રહે. માધાપર શેરી નં.1 વાવડી રોડ પાસેને અહીંની ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે સારવારમાં ખસેડાયા હતા. તેમજ બાઈકમાંથી પડી જતા ઈજા પામેલ ઈશ્ર્વરભાઈ રામસિંગ પઢીયાર (42) રહે. યદુનંદન ગૌશાળા લીલાપર રોડને સારવારમાં લઈ જવાયા હતા.
યુવાન-બાળક સારવારમાં
રાજકોટ ધરમનગર પાછળની મજુર કોલોનીમાં રહેતો વિજય જયંતિભાઈ જોટાણીયા (41) નામનો યુવાન રાજકોટ મવડી મેઈન રોડ શિવમ પાર્ક પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે વાહન સ્લીપ થતા અત્રેની આયુષ હોસ્પીટલે લવાયો હતો. જયારે ટંકારાના નેસડા ગામે રહેતા પરીવારનો ભાવિક અરવિંદભાઈ ભાડજા નામનો તેર વર્ષનો બાળક મોટા બાપુ સાથે બાઈકમાં જતો હતો ત્યારે પડી ગયેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માત
માળીયા (મીં) નજીક બ્રીજ ખાતેથી બાઈક લઈને જઈ રહેલા હુશેનભાઈ ઓસમાણભાઈ મોવર (57)ના બાઈકને કોઈ ટ્રક ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા. જયારે હળવદની ડી.પી. રાવલ કોલેજની સામે બાઈક સ્લીપ થઈ જતા ચંદ્રીકાબેન રાજેન્દ્રસિંહ (50) રહે. રાણેકપર રોડ હળવદને સારવાર માટે મોરબી ખસેડાયા હતા. તેમજ રાયસંગપરના રસ્તે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઈજા પામેલા મહાદેવભાઈ નારણભાઈ દલવાડી (55) રહે. હળવદને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા