ટંકારામાં રમત-રમતમાં એક બાળકે બીજા બાળકના મળ માર્ગે કંપ્રેશનની હવા ભરી દીધી
SHARE
ટંકારામાં રમત-રમતમાં એક બાળકે બીજા બાળકના મળ માર્ગે કંપ્રેશનની હવા ભરી દીધી, 12 વર્ષીય બાળક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ટંકારામાં રમત-રમતમાં એક બાળકે બીજા બાળકના મળ માર્ગે કંપ્રેશનની હવા ભરી દીધી હતી. 12 વર્ષીય બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.
આ અંગે પરિવારજનો અને પોલીસ સૂત્રોએ આપેલી વિગત મુજબ, ટંકારામાં ઇન્ફા પોલીમર્સ કંપની ખાતે રહેતા પરિવારના બાળકો ગઈકાલે આઠ વાગ્યા આસપાસ કંપનીમાં હતા ત્યારે રમતા રમતા સાથે જેમાં 12 વર્ષના બાળકના મળ માર્ગે તેના જ મામાના દીકરાએ હવા ભરવાના કંપ્રેશન મશીનથી હવા ભરી દીધી હતી.
જેથી પીડા થતા 12 વર્ષના બાળકે દેકારો કરી મુક્યો હતો. અવાજ થતા પરિવારજનો દોડી ગયા હતા. 12 વર્ષના બાળકને પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બાળકનો પરિવાર મૂળ ઉતરપ્રદેશનો વતની છે. પરિવારજનો કારખાનમાં મજૂરી કામ કરે છે અને ત્યાં ઓરડીમાં રહે છે. ટંકારા પોલીસે બાળકનું નિવેદન લીધું હતું.