વાંકાનેર જીઆઇડીસીમાં રિવર્સમાં આવતી ગાડી ઈલેક્ટ્રીક તારને અડી જતા શોર્ટ સર્કિટ થવાથી યુવાનનું મોત
હળવદના સરા રોડ ઉપર ટ્રાન્સપોર્ટ પાસે ઉભેલ છકડો રીક્ષાની ચોરી
SHARE
હળવદના સરા રોડ ઉપર ટ્રાન્સપોર્ટ પાસે ઉભેલ છકડો રીક્ષાની ચોરી
હળવદના સરા રોડ ઉપર આવેલ ઢવાણીયા દાદાની દેરી સામે યુવાને પોતાની છકડો રીક્ષા મૂકી હતી જેને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદમાં મોરબી દરવાજા પાસે આવેલ કૃષ્ણનગરમાં રહેતા દયારામભાઈ ભુદરભાઈ ચાવડા (48)એ અજાણ્યા શખ્સ સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે હળવદના સરા રોડ ઉપર આવેલ ઢવાણીયા દાદા ની દેરી સામે નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટ પાસે છકડો રીક્ષા નંબર jije 13 ટી 5619 પાર્ક કરીને મૂકી હતી જે 20 હજાર રૂપિયાની કિંમતની રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ લીજોરા સીરામીક પાસે ઝૂંપડામાં રહેતા હરિભાઈ કરસનભાઈ સાડમિયા (20) એ ડમ્પર નંબર જીજે 13 એ ડબલ્યુ 2654 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેના બાઈક નંબર જીજે 3 ડિક્યુ 62 43 માં ફરિયાદી તથા બંનેસિંહ બાબુલાલ ડબલ સવારીમાં જઈ રહ્યા હતા ત્યારે ઉમિયા વે બ્રિજ સામે ડમ્પર ચાલકે તેઓના બાઇકને લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો તે બનાવમાં બંનેસિંગને ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જોકે આરોપી તેનું ડમ્પર છોડીને નાસી ગયેલ હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે