મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ખેડૂત સાથે હનીટ્રેપ કરીને 53.50 લાખનો મુદામાલ પડાવવાના ગુનામાં 5 આરોપીની ધરપકડ, 51.11 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીમાં ખેડૂત સાથે હનીટ્રેપ કરીને 53.50 લાખનો મુદામાલ પડાવવાના ગુનામાં 5 આરોપીની ધરપકડ, 51.11 લાખનો મુદામાલ કબ્જે

 

મોરબીના રવાપર ગામે રહેતા ખેડૂતને ખેત મજુરી કામ માટે આવેલ મહિલા સહિતની ગેંગે હનીટ્રેપમાં ફસાવેલ હતા અને બાદમાં ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ખેડૂતની પાસે 1.14 કરોડ માંગવામાં આવ્યા હતા જેની સામે ખેડૂત પાસેથી સોનાના ચાર બિસ્કીટ, રોકડા 1 લાખ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન આમ કુલ મળીને 53.50 લાખનો મુદામાલ પડાવી લેવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા ખેડૂત્તે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે હાલમાં પાંચ આરોપીને પકડીને તેની પાસેથી 51.11 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને મહિલા સહિતના ત્રણ આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

 

મોરબીના રવાપર ગામે રહેતા ભરતભાઈ નામના આધેડ ખેડૂતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા તેમજ મુકેશભાઈ આલ રહે. સુદામડા બોટાદ, રામાભાઇ ગઢડા રહે. નાગલપર બોટાદ, જીલાભાઈ ભરવાડ રહે. બોટાદ, મનીષભાઈ ગારીયા રહે. બોટાદ, પાંચાભાઇ કોળી રહે. તીથવા વાંકાનેર, કરણ વરૂ ઉર્ફે કેક રહે. વાંકાનેર તથા દેવાંગ વેલાણી ઉર્ફે પી.ડી. કોળી રહે. બોટાદ વાળા સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેઓને ખેતી કામ કરવા માટે ખેત મજૂરની જરૂર હતી. જેથી ફરિયાદી પાંચાભાઇ કોળીને મજૂર માટેની વાત કરી હતી. ત્યાર બાદ તેના મારફતે ખુશી નામની મહિલાનો સંપર્ક થયો હતો. જો કે, તેની પાસે આધાર પુરાવા ન હોય ફરિયાદીએ તેને કામે રાખી ન હતી. ત્યાર બાદ ખુશી પટેલે ફોનથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને તેને કામની ખુબજ જરૂર છે તેવું કહ્યું હતું.

 

ત્યાર બાદ મોરબીના ઉમિયા સર્કલ પાસેથી ફરિયાદી તેને પોતાની વાડીએ લઈ ગયા હતા. દરમ્યાનમાં વાડીએ પહોંચીને તે મહિલાએ પોતાના કપડાં કાઢીને ફરિયાદીને બથ ભરી લીધી હતી. તેવામાં બીજા આરોપીઓ જુદીજુદી બે કારમાં ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તેમજ મહિલાના ફોટા અને વીડીયા બનાવી લીધા હતા. જેને વાયરલ કરવાની ધમકી આપી હતી અને ફરિયાદીને બળાત્કાર તેમજ છેડતીના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. અને 1.14 કરોડ રૂપિયાની માંગણી કરી હતી જો કે, ફરિયાદીએ આરોપીઓને સમયાંતરે 4 સોનાના બિસ્કીટ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન, 1 લાખ રોકડા રૂપિયા આમ કુલ મળીને 53,50,000 નો મુદામાલ આરોપીને આપ્યો હતો તો પણ બાકીના રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી.

 

ત્યાર બાદ આરોપીઓએ સમાધાનના બહાને ફરિયાદીનું કારમાં અપહરણ કર્યું હતું અને બોટાદ લઈ ગયા હતા ત્યાં ગોંધી રાખીને ધાક ધમકીઓ આપી હતી. ત્યાર બાદ ભોગ બનેલા આધેડે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સહિત કુલ 8 લોકોની સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી. જે ગુના ની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.સી. ગોહિલ તથા તેઓની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી અને હાલમાં આ ગુનામાં જીલુભાઇ વિહાભાઈ પરસાડીયા રહે. પાળીયાદ, મુકેશભાઈ મફાભાઈ આલ રહે. સુદામડા, કરણભાઈ દેવરાજભાઈ વરુ રહે. વાંકાનેર, પાંચાભાઇ કાનજીભાઈ માણસુરીયા રહે. તિથવા, દેવાંગભાઈ હરજીભાઈ વેલાણી રહે. બોટાદ વાળાની ધરપકડ કરેલ છે.

 

આ આરોપીઓ પાસેથી ગુનાના કામે ખેડૂત પાસેથી પડાવી લીધેલ સોનાના બિસ્કીટ પૈકી ત્રણ સોનાના બિસ્કીટ, એક સોનાનો ચેન અને ગુનાના કામે વપરાયેલ બે સ્વીફ્ટ ગાડી જેના નંબર જીજે 3 એનએફ 8098 તથા જીજે 13 સીડી 9094 આ ઉપરાંત એક સ્કૂટર નંબર જીજે 27 ડીજી 1334 અને છ મોબાઈલ ફોન આમ કુલ મળીને 51.11 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે જો કે, આ ગુનામાં મનીષભાઈ ગારીયા, રમેશભાઈ ઉર્ફે રામાભાઇ હાડગડા અને એક મહિલાને પકડવાની બાકી છે તેને પકડવા તપાસ ચાલી રહી છે.

 





Latest News