વાંકાનેર જીઆઇડીસીમાં રિવર્સમાં આવતી ગાડી ઈલેક્ટ્રીક તારને અડી જતા શોર્ટ સર્કિટ થવાથી યુવાનનું મોત
SHARE
વાંકાનેર જીઆઇડીસીમાં રિવર્સમાં આવતી ગાડી ઈલેક્ટ્રીક તારને અડી જતા શોર્ટ સર્કિટ થવાથી યુવાનનું મોત
વાંકાનેરના નવાપરા જીઆઇડીસીમાં બરફના કારખાના પાસે કન્ટેનર ગાડી રિવર્સમાં લેવડાવતા સમયે તે ગાડી ઈલેક્ટ્રીક તારને અડી ગઈ હતી જેથી શોર્ટ સર્કિટ થયું હતું અને તે ગાડીને યુવાન અડી જતા તેને પણ શોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. જે બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ ધીરુભાઈ ધરજીયા (36) નામનો યુવાન નવાપરા વિસ્તારમાં જીઆઇડીસી પાસે બરફના કારખાના નજીક કન્ટેનર ગાડી રિવર્સમાં લેવડાવતો હતો દરમિયાન ગાડી ઈલેક્ટ્રિક તારને અડી જવાના કારણે ગાડીમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થઈ હતી ત્યારે યુવાન તેને અડી જતા યુવાનને પણ ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
એક બોટલ દારૂ
ટંકારા તાલુકાના ઘૂનડા ગામે રામદેવપીરના મંદિર પાસે રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી નરસીભાઈ જગજીવનભાઈ કોરડીયા (55) રહે. સનાળા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે
વરલી જુગાર
માળીયા મીયાણામાં આવેલ દરગાહ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ગુલામભાઈ સીદીકભાઈ ભટ્ટી (40) રહે માળીયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 270 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે